લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાત કોંગ્રેસમા મોટો ફેરફાર થઇ શકે છે. નેતાઓમાં ચાલતી ટાંટિયાખેંચથી ફેરફાર આવશે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી ટૂંક સમયમાં જ બદલાશે.
ગુજરાત કોંગ્રેસના કકળાટથી પ્રભારી રાજીવ સાતવ કંટાળી ગયા હોવાથી તેઓ પ્રભારી પદેથી હટી જશે. નેતાઓ સારુ પરિણામ આપતા ન હોવાથી રાજીવ સાતવ નારાજ છે. ગુજરાતના પ્રભારી પદેથી હટી જવા હાઇકમાન્ડને રજૂઆત કરી છે. રાહુલ ગાંધી થોડા જ દિવસોમાં નિર્ણય લેશે.