ફરી વખત LRD પરીક્ષા આપવા જવા માટે ST બસનું ભાડુ ફ્રી પરંતુપ ‘શરતો લાગૂ’

1094

લોકરક્ષક દળની ભરતીનું પ્રશ્ન પત્ર લીક થયા બાદ આગામી ૬ જાન્યુઆરીનાં રોજ ફરીથી પરીક્ષા લેવામાં આવનારી છે, ત્યારે પરીક્ષા કેન્સલ થયા પછી મુખ્યમંત્રી દ્વારા એસ.ટી. બસનું ભાડું મફત કરવાની જાહેરાત કરી હતી.

પરીક્ષાર્થીઓ નિઃશુલ્ક પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા એસટી બસની વ્યવસ્થા કરાઈ છે. આ મફત મુસાફરી કરવા માટે કેટલીક શરતો રાખવામાં આવી છે. તેના માટે બસમાં વિદ્યાર્થીઓએ ટિકિટ તો પહેલેથી લેવી પડશે.

શરતોને આધીન ઉમેદવારો જાહેરાત પૂરતી જાહેરાત માની રહ્યા છે કારણ કે, સરકારે કરેલા પરિપત્રમાં ૫ અને ૬ તારીખે ઉમેદવાર મુસાફરી તો મફત કરી શકશે પણ તેણે આ મુસાફરીનો લાભ લેવા પરીક્ષાના કોલ લેટરમાં દર્શાવેલા પોતાના ઘરના સરનામેથી કે નજીકના સ્ટેશનથી બેસવુ પડશે તો જ નિશુલ્ક બસ મુસાફરીનો લાભ મળશે, નહીતર આ નિયમ લાગુ પડશે નહીં. આ સિવાય ૫ અને ૬ જાન્યુઆરીની મુસાફરીની વિનામૂલ્યે ઑન લાઇન-ઓફલાઇન બૂકિંગ અને ડેપોવાઇઝ સમરી રક્ષાશક્તિ યુનિવર્સિટીને મોકલવી પડશે.

શરતોને આધીન ઉમેદવારો જાહેરાત પૂરતી જાહેરાત માની રહ્યા છે કારણ કે, સરકારે કરેલા પરિપત્રમાં ૫ અને ૬ તારીખે ઉમેદવાર મુસાફરી તો મફત કરી શકશે પણ તેણે આ મુસાફરીનો લાભ લેવા પરીક્ષાના કોલ લેટરમાં દર્શાવેલા પોતાના ઘરના સરનામેથી કે નજીકના સ્ટેશનથી બેસવુ પડશે તો જ નિશુલ્ક બસ મુસાફરીનો લાભ મળશે, નહીતર આ નિયમ લાગુ પડશે નહીં.

આ સિવાય ૫ અને ૬ જાન્યુઆરીની મુસાફરીની વિનામૂલ્યે ઑન લાઇન -ઓફલાઇન બૂકિંગ અને ડેપોવાઇઝ સમરી રક્ષાશક્તિ યુનિવર્સિટીને મોકલવી પડશે.

Previous articleલોકસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસમાં મોટા ફેરફાર થશે
Next articleતાલીમી PSI રાઠોડના અપમૃત્યુ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે : પ્રદિપસિંહ જાડેજા