ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા

894
guj4122017-7.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ચૂંટણી પંચે રાજકીય પક્ષો સાથે બેઠક યોજ્યા બાદ આજે શાહીબાગ એનેક્ષી ખાતે ૧પત્રકાર પરિષદ યોજી હતી અને ચૂંટણીના સંદર્ભમાં મહત્વપૂર્ણ માહિતી આપી હતી. ચૂંટણી પંચેમાહિતી આપતા કહ્યું હતું કે, પુરુષ મતદારોની સંખ્યા ૨.૨૬ કરોડ છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા ૨.૦૮ કરોડ છે.
ચૂંટણી પંચે માહિતી આપતા કહ્યું હતું કે, ૧૭.૪૬ લાખ નવા મતદારો ઉમેરાઈ ગયા છે. ૧૮થી ૧૯ વર્ષની વયમાં પ્રથમ વખત મતદાન કરનારની સંખ્યા ૧૨.૩૭ લાખ જેટલી છે. ચૂંટણી પંચના આદેશના ઇશારે ૯મી ઓક્ટોબરના દિવસે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નવા વોટરોને ઉમેરવામાં આવ્યા હતા. તેમની નોંધણી થઇ ચુકી છે. ચૂંટણી સુધારાની કામગીરી દરમિયાન મતદાર યાદીમાંથી મૃતક મતદારોને દૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ તરફથી આજે માહિતી આપવામાં આવી હતી. 
૨૮૬૭૮ મતદાન મથકોમાં ૫૦૨૬૪ પોલિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા છે. તમામ જગ્યા ઉપર પીવાના પાણીની વ્યવસ્થા, ટોયલેટની સુવિધા, વિજળીની સુવિધા ઉભી કરવામાં આવી છે. ચૂંટણી પંચના આદેશના ઇશારે વીવીપેટના ઉપયોગને લઇને જનજાગૃત્તિ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ગુજરાત ચૂંટણીમાં ૭૯ ખર્ચ નિરીક્ષકો ગોઠવવામાં આવ્યા છે. ૩૫૩ ઇન્કમટેક્સના અધિકારીઓ ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા ખર્ચની પ્રક્રિયા ઉપર નજર રાખશે. તમામ ૧૮૨ વિધાનસભા બેઠકમાં ૫૯૯ ફ્લાઇંગ ટીમો અને ૬૪૩ સર્વેલન્સ ટીમો રહેશે. હજુ સુધી જુદી જુદી જગ્યાઓએ ઉંડી તપાસ કરવામાં આવી ચુકી છે જેના ભાગરુપે ૨૧.૯૧ કરોડનો શરાબનો જથ્થો જપ્ત કરાયો છે. કુલ મળીને ૩૫.૫૨ કરોડનો મુદ્દામાલ જબ્ત કરાયો છે. 
 

Previous articleરાહુલ પાંચમીથી ઝંઝાવતી પ્રચાર કરશે : તૈયારી જારી
Next articleઆરોગ્ય સેવાને એકબીજાની સાથે જોડી દેવા માટે જરૂર છે : PM