રણબીર સાથેનો સંબંધ આત્મીય, એ કોઈ સિદ્ધિ નથીઃ આલિયા ભટ્ટ

1967

મોખરાની ગણાતી અભિનેત્રી આલિયા ભટ્ટ સફળતાની સાથોસાથ વિચારોની દ્રષ્ટિએ પણ હવે મેચ્યોર થઇ હોય એવું લાગે છે. રણબીર કપૂર સાથેના પોતાના સંબંધ વિશે બોલતાં એણે કહ્યું કે આવો આત્મીય સંબંધ બંધાય એને સિદ્ધિ ગણી શકાય નહીં.

’કોઇની સાથે લાગણીના સંબંધ બંધાય એ સિદ્ધિ નહીં, વ્યક્તિગત સત્ત્વ છે. મને યોગ્ય વ્યક્તિ સાથે સંબંધ બંધાઇ રહ્યાનો આનંદ છે. એ બાબત મારી અંગત છે એટલે એ વિશે વધુ કંઇ કહેવાનું કે એના વિશે ચર્ચા કરવાનું હું પસંદ નહીં કરું’ એમ આલિયાએ નવા વર્ષના પ્રથમ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.

મેઘના ગુલઝારની રાઝી ફિલ્મની સફળતા વિશેના સવાલના જવાબમાં એણે કહ્યું કે ક્યારેક તમે લીધેલું જોખમ ધાર્યા કરતાં વધુ ફળદાયી નીવડતું હોય છે. રાઝી ફિલ્મ કરી ત્યારે એને આટલી બધી ધૂમ સફળતા મળશે એવી કલ્પના તો કદાચ મેઘનાએ પોતે પણ નહીં કરી હોય. મને એ ફિલ્મ હિટ નીવડયાનો આનંદ છે.

 

Previous articleતાલીમી PSI રાઠોડના અપમૃત્યુ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે : પ્રદિપસિંહ જાડેજા
Next articleદિલબર અને કમરિયા સોંગથી મોડલ નોરા ફતેહી સુપર હિટ