મોખરાની ગણાતી અભિનેત્રી તાપસી પન્નુએ કહ્યું હતું કે હવે હું મહિલા શૂટર બનવાની તૈયારી કરી રહી છું. મારી હવે પછીની ફિલ્મમાં મારે ઓલિમ્પિક્સ શૂટરનો રોલ કરવાનો છે.
’યસ, વૂમનિયા નામની આ ફિલ્મ ફેબુ્રઆરીમાં ફ્લોર પર જવાની છે અને એમાં હું મહિલા ઓલિમ્પિક્સ શૂટરનો રોલ કરી રહી છું. એ માટે મારે શૂટિંગ અને નિશાનબાજીની આકરી તાલીમ લેવાની છે. આ તાલીમ મારી કસોટી કરે એવી છે. એમાં જરા અમથી સરતચૂક ચાલે નહીં. તાજેતરમાં સૂરમા, મનમર્ઝિયાં અને મુલ્ક જેવી સફળ ફિલ્મો આપનારી તાપસી અત્યારે કાતિલ ઠંડી વચ્ચે શૂટિંગની આકરી તાલીમ લઇ રહી છે અને આવતા મહિને ઉત્તર પ્રદેશના એક ગામડામાં ફિલ્મ ફ્લોર પર જવાની છે એવી માહિતી આ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે આપી હતી. આ ફિલ્મની કથા ફ્લેશબેકમાં રજૂ થવાની છે એટલે હાલ ૬૦ વર્ષની શૂટર પોતાની સંઘર્ષકથા વર્ણવી રહી હોય એવી રીતે આ ફિલ્મમાં કથા રજૂ થશે. એ ધ્યાનમાં રાખીને ફિલ્મ સર્જકોએ એવા ઇન્ટરનેશનલ મેકપ મેનની સેવા લેવાનો નિર્ણય કર્યો છે જે પ્રોસ્થેટિક મેકપમાં તાપસીને તૈયાર કરી શકે. આમ હાલ ૬૦ વર્ષની શૂટર પોતાની યુવાનીની કથા રજૂ કરતી હોય એ રીતે ફિલ્મમાં તાપસી બે ત્રણ વય-જૂથમાં રજૂ થશે. ’યસ, વૂમનિયા નામની આ ફિલ્મ ફેબુ્રઆરીમાં ફ્લોર પર જવાની છે અને એમાં હું મહિલા ઓલિમ્પિક્સ શૂટરનો રોલ કરી રહી છું. એ માટે મારે શૂટિંગ અને નિશાનબાજીની આકરી તાલીમ લેવાની છે. આ તાલીમ મારી કસોટી કરે એવી છે. તાજેતરમાં સૂરમા, મનમર્ઝિયાં અને મુલ્ક જેવી સફળ ફિલ્મો આપનારી તાપસી અત્યારે કાતિલ ઠંડી વચ્ચે શૂટિંગની આકરી તાલીમ લઇ રહી છે