બીજીતરફ કેન્દ્ર સરકારનો બચાવ કરતા નાણા મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે રાફેલ સોદા મુદ્દે યોગ્ય પ્રક્રિયાનો અમલ કર્યો છે અને રાફેલ ડીલ દેશની સુરક્ષા માટે ખૂબજ જરૂરી હતી. યુપીએ સરકારે આ સોદો નહીં કરીને દેશની સુરક્ષા સાથે રમત રમી છે. આ ઉપરાંત જેટલીએ જણાવ્યું કે બોફોર્સ અને નેશનલ હેરાલ્ડમાં કોંગ્રેસનો ભ્રષ્ટાચાર જગજાહેર છે. કેટલાક લોકો માટે યુદ્ઘ વિમાન કરતા નાણાં વધુ મહત્વના હોય છે. જેટલીએ સીધી રીતે કોંગ્રેસ પર નિશાન સાધીને આડેહાથ લીધી હતી. કેન્દ્ર સરકારના બચાવમાં ઉતરેલા જેટલીએ ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષને આડેહાથ લીધા હતા. જેટલીએ જણાવ્યું કે રાફેલ સોદામાં ઓફસેટનું બજેટ ૨૯,૦૦૦ કરોડ છે અને કુલ સોદો ૫૮,૦૦૦ કરોડનો છે. જો કે વિમાનોની ડીલ પણ બે પ્રકારના છે જેમાં ફક્ત એરક્રાફ્ટ કેરિયર અને દારૂગોળા અને હથિયારોથી સજ્જ યુદ્ધ વિમાનો એમ બે પ્રકારે સોદો કરવામાં આવ્યો છે.યુપીએ સાશન વખતના સોદા કરતા એનડીએ સાશનમાં રાફેલ ડીલ ૯% સસ્તી હોવાનો દાવો જેટલીએ લોકસભામાં કર્યો હતો.આમ જેટલીએ લોકસભામાં રાફેલ પર મુદ્દાસર જવાબો આપતા હળવાશમાં જણાવ્યું કે લાગે છે કે ૬૦ વર્ષ જૂની પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને શરૂઆતથી એટલે કે છમ્ઝ્રથી જ્ઞાન આપવું પડે તેમ છે. અરૂણ જેટલીએ વધુમાં કહ્યું કે, દેશનું દુર્ભાગ્ય છે કે સૌથી જૂની પાર્ટીના નેતાને રાફેલ જેટ પ્લેન વિશે કંઈ જ ખબર નથી. દેશના કેટલાક પરિવારોને પૈસાનું ગણિત સમજમાં આવે છે પરંતુ તેમને દેશની સુરક્ષા સાથે કોઈ સંબંધ નથી. તેઓએ કહ્યું કે અનેક રક્ષા સૌદાનો કાવતરાખોર આજે અમારી ઉપર આરોપ લગાવી રહ્યો છે.
જેટલીએ કહ્યું કે રાફેલ પ્લેન દેશની જરૂરિયાત છે જેથી સેનાને મજબૂતી મળી શકે.
રાફેલ પર જવાબ આપતા અરૂણ જેટલીએ બોફોર્સ, અગસ્તા વેસ્ટલેન્ડ અને નેશનલ હેરાલ્ડાનો ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે આ પરિવારને દેશની સુરક્ષા બાબતે કોઈ ચિંતા નથી. જો કોઈ એક કેસમાં એવું હોત તો અમે આ પરિવારને બેનિફિટ ઓફ ડાઉટ આપતાં જ્યોર આટલા મામલામાં તેમની સામેલગીરી સામે આવી રહી છે તો કહેવા માટે કંઈ બાકી નથી રહેતું.