શાળા તમાકુ મુકત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.ઓ.માઢક અને ઇ.એમ.ઓ.ડૉ. ચૌહાણના માર્ગદર્શનથી આજરોજ તા ૨-૧ના રોજ બોટાદ જીલ્લામાં ચકમપર ગામે પ્રાથમિક શાળામાં તમાકુ મુકત શાળા બને તેં માટેની પ્રવૃતિ કરવામાં આવી હતી. જેમા બાળકો સાથે તમાકુ વિશેની સપ્તધરા થી સ્વાસ્થ્ય અંતર્ગત ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય પટેલ ભરતભાઇ.ડી,તેમજ શિક્ષક સુલોચનાબેન પટેલ, મોટકા રાકેશભાઇ,સી.આર.સી.કોંર્ડીનેટર પ્રવીણભાઈ થળેસા દ્રારા કામગીરી કરવામાં આવેલ.