ભાવનગર ખાતે વહીવંચા બારોટ સમાજની ભાવનગર ખાતે બોટાદ જિલ્લા બારોટ સમાજ આગેવાનોની અગત્યની બેઠક ભાવનગર બારોટ સમાજ પ્રમુખ અરૂણભાઈ રેણુકાના અધ્યક્ષ સ્થાને મળી જેમાં ઈતિહાસમાં સંગઠન રૂપી બે જીલ્લા ભાવનગર અને બોટાદ આમ બે જોનની સંયુકત કારોબારીની રચના કરવામાં આવી જેમાં એવા ઠરાવો કરવામાં આવ્યા કે વહીવંચા બારોટ સમાજના કુરીવાજોને તિલાજંલી આપવી, સમુહ લગ્નો સૌ સાથે મળી કરવા, સમાજમાંથી કુ વ્યસનો દુર કરવાના ઠરાવો અને એજંડા સર્વાનુમતે બહાલી આપી અને ભાવનગર જિલ્લા બારોટ સમાજ પ્રમુખ તરીકે રમેશભાઈ ક્રિષ્ણાતર(મહુવા) ઉપપ્રમુખ જુગલભાઈ સોઢાતર ભાવનગર, મહામંત્રી સાગરભાઈ ક્રિષ્નાતર, વિમલભાઈ રેણુંકા ખજાનચી (ભાવનગર) સહમંત્રી રણજીતભાઈ આભાણી, વિનોદભાઈ સોનરાત સંગઠનમંત્રી તેમજ કારોબારી સદસ્યો તેમજ બોટાદ જીલ્લા જોન વહીવંચા બારોટ સમાજ પ્રમુખ દિનેશભાઈ રેણુકા ઉપપ્રમુખ અનિલભાઈ સોઢાતર, સુરેશભાઈ સોઢાતર મહામંત્રી, પથુભાઈ રેણુકા ખજાનચી, વિપુલભાઈ સોનરાત સહમંત્રી, નયનભાઈ સોનરાતની સંગઠન મંત્રી તરીકે તેમજ કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી આ પ્રસંગે ઈતિહાસના પાને સુવર્ણા અક્ષરે લેખાશે જે સૌ પ્રથમ વહીવંચા બારોટ સમાજના બે જીલ્લાનું સંગઠન સયુંકત કારોબારી નીચે થતા સમસ્ત વહીવંચા બારોટ સમાજમાં ખુબ ખુશીનો માહલ છવાયો તેમજ આખાય સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતના બારોટ સમાજમાંથી તેમજ રાજુલા બારોટ સમાજ આગેવાનો દિલીપભાઈ બારોટ, દેવકુભાઈ બારોટ, અમરૂભાઈ બારોટ, કિશરોભાઈ બારોટ, કનુભાઈ સોનરાત અને હરદાનભાઈ સોનરાત રાજુલા તાલુકાના દાદાભાઈ બારોટ, રામભાઈ બારોટ સહિતે શહેર અને જાફરાબાદ રાજુલા તાલુકાના સમસ્ત બારોટ સમાજવતી શુભેચ્છા પાઠવી હતી.