તારીખ ૩૧.૧૨.૧૮.રોજ ધોળા જંકશન ખાતે વાંગધ્રા અને ધોળા જંકશનના બે વ્યક્તિઓ વચ્ચે રાત્રે સામાન્ય બોલાચાલી માંથી ઝઘડો થતાં આ બનાવને ઠારવાનાં બદલે ઉશ્કેરાટ નું વાતાવરણ ફેલાય તે રીતે ગઈકાલે તારીખ ૧.૧.૧૯. રોજ આ બનાવના વિરોધમાં ધોળા વીશી બંધ રાખવામાં આવેલ
આ ઝઘડામાં ધોળા જંક્શનના બાજુમાં વાંગધ્રા ગામના લોકો સામે આ ધોળા વીશી બંધ રાખવામાં આવેલ ત્યારે આ ઝઘડામાં કે આ અગાઉ ક્યારેય પણ વાંગધ્રા ક્ષત્રિય સમાજ તરફથી કદી પણ કોઇ વેપારીને હેરાન કરવામાં આવેલ નથી કોઈ વેપારીના કાંઠલો પકડેલ નથી કોઇ વેપારીનો મફતમાં માલ સામાન ચીજવસ્તુ લીધેલ નથી તેમજ વ્યાપારી આલમ સામે કોઈ ઝઘડો નથી તો પછી ધોળા વીશી બંધ રાખીને ક્ષત્રિય સમાજને બદનામ કરવાના કૃત્ય સામે અમારો સખત વિરોધ છે
આ અગાઉ પણ એક વાર ધોળા જંકશનના એરિયાથી દૂર ધમાલ થયેલ ત્યારે પણ ક્ષત્રિય સમાજને ટાર્ગેટ બનાવીને ધોળા વીશી બંધ રાખવામાં આવેલ આવી રીતે અમુક ચોક્કસ સંજોગોમાં જ દુકાનો બંધ રાખીને વેૈમનસય ફેલાવાઈ રહ્યું છે જે કોઈ પણ રીતે વ્યાજબી નથી
હાલનો આ બનાવ કોઈની દુકાનમાં બનેલ નથી કે વ્યાપારને પર્સ તો મુદ્દો નથી સામાન્ય બોલાચાલીથી બનેલ બનાવને વિકૃત સ્વરૂપ આપીને વધારે વેૈમનસયનુ વાતાવરણ ફેલાવતા તત્વો સામે કડક પગલાં ભરવા માંગ કરાઈ છે.