ગુજરાત સ્ટેટ વાડો કાઈ કરાટે સ્પર્ધામાં ભાવનગરનો દબદબો

616

ઓલ ઇન્ડિયા વાડો કાઈ કરાટે ડો એસોસીએશન દ્વારા દર વર્ષે ગુજરાત સ્ટેટ વાડો કાંઈ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરેલ છે આ વર્ષે પણ સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્ર રયાસણ ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ વાડો કાંઈ કરાટે ચેમ્પીયનશીપ ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું ચીફ ગેસ્ટ માં સેન્ટ્રલ ગવર્મેન્ટ એગ્રીકલ્ચર મિનિસ્ટરપરશોત્તમભાઈ રૂપાલા અને રજનીકાંત રજવાડી રહ્યા હતા ગુજરાતના તમામ શહેરોમાંથી કુલ ૪૩૨ કરાટેના ચુનંદા ખેલાડીઓએ ભાગ લીધો હતો

ભાવેણાના કુલ ૫૮ વિદ્યાર્થીઓએ ભાવનગર જિલ્લા નિયામક સેનસાઈ કમલ એચ દવેના ઉતીણૅ સ્પર્ધાત્મક માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ વાડો કાઈ  કરાટે ચેમ્પિયનશિપ ૨૦૧૮માં ભાગ લીધો હતો જેમાં આઠ ગોલ્ડ મેડલ ૧૭ સિલ્વર મેડલ અને ૧૭ બ્રોન્ઝ મેડલ મેળવી કરાટેના વિદ્યાર્થીઓએ ભાવેણા નું નામ રોશન કર્યું હતું

ગુજરાત સ્ટેટ વાડો કાઈ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૧૮ વરતેજ ગામના મોરી જય વીર સિંહ અજીતસિંહ ગોલ્ડ મેડલ મેળવી પોતાના સમાજનુ અને ભાવેણાનુ નામ રોશન કયૅ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન

Previous articleઉમરાળા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર
Next articleજાફરાબાદ તાલુકાના ખેડુતોને પાક ધોવાણની સહાય મંજુર