ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરમાં સ્વીકાર કરેલ છે કે, રાજ્યમાં મહેસૂલ વિભાગ, ગૃહ વિભાગ અને અન્ય મહત્વપૂર્ણ વિભાગોમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર છે જે ૨૫ વર્ષ પહેલા ન હતો. એવા નિવેદન સાબિત કરે છે કે રાજ્યમાં ભ્રષ્ટાચાર બેફામ ફૂલ્યો-ફાલ્યો છે અને રાજ્ય સરકારનો તેના પર કોઈ નિયંત્રણ કે અંકુશ નથી ત્યારે સરકારે પ્રજાને આપેલા વચનો અને વહીવટીમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહેલ છે ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર કલેકટર ઓફિસ પાસે ધરણા રાખવામા આવ્યા હતા જેની મંજુરી રદ કરાતા જેના વિરોધમાં સૂત્રોચાર તથા વિરોધ પ્રદર્શન કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની માંગણી કરવામાં આવી,જેમા શહેર પ્રમુખ રાજેશભાઈ જોષી,જીલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસ સમિતિનામંત્રી મનોહરસિંહ ગોહિલ,સહીતના કૉંગ્રેસના આગેવાનો તેમજ કાર્યક્રરૉ ની ધરપકડ કરવામાં આવી હતી.