ઓખી’ ચક્રવાતની સ્થિતિમાં તંત્ર એલર્ટ : મુખ્ય મંત્રી દ્વારા તાકીદની બેઠક બોલાવાઈ

737
gandhi5122017-1.jpg

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ઓખી ચક્રવાત સાયકલોનની સંભવિત પરિસ્થિતિ સામે વહીવટીતંત્રની સજ્જતાની તલસ્પર્શી સમીક્ષા બેઠક આજે સત્વરે યોજી હતી. 
તેમણે ચૂંટણી પ્રચારની વ્યસ્તતા છતાં આજે રાજ્યમાં સંભવિત વાવાઝોડા- વરસાદની સ્થિતિની ગંભીરતા ધ્યાને લઇ તાકીદની બેઠકમાં મુખ્ય સચિવ અને હવામાન વિભાગ તેમજ સરકારના વરિષ્ઠ સચિવો સાથે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. 
મુખ્યમંત્રીએ વાવાઝોડા તથા વરસાદની સ્થિતિમાં કોઇ વ્યાપક નુકસાન ન થાય તે માટે તંત્રને સાબદું રહેવા માર્ગદર્શન પણ આપ્યું હતું. અને સજ્જતાની વિગતો મેળવી હતી. મુખ્ય સચિવએ ડૉ. જે. એન. સિંહે આ બેઠકમાં સંબંધિત જિલ્લા વહિવટી તંત્રોની સજ્જતાની વિગતો આપતાં કહ્યું કે, ‘ઓખી’ વાવાઝોડાને કારણે વિપરીત સ્થિતિમાં કેરાલાની પ૦ જેટલી માછીમાર બોટસ વેરાવળ તરફ આવી ગઇ છે. આ બોટસ અને માછીમારોને વેરાવળમાં શેલ્ટર આપી સલામત રાખવામાં આવ્યા છે. મહેસૂલ અગ્રસચિવ પંકજ કુમારે મુખ્યમંત્રીને રાજ્યમાં આ વાવાઝોડાની સ્થિતિમાં વ્યાપક નુકશાન ન થાય તે માટે સરકારના વિવિધ વિભાગોએ કરેલા આગોતરા આયોજનથી વાકેફ કર્યા હતા. હવામાન વિભાગના નિયામક સરકાર તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ તાકીદની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 

Previous articleસુરતમાં વિજય રૂપાણીનો રોડ શો યોજાયો : હાર્દિક પટેલ પર પ્રહાર
Next articleગાંધીનગરથી ભાગેલી યુવતી સુરતમાં ગેંગરેપનો શિકાર બની