સિહોરમા અપમૃત્યુનાં ત્રણ બનાવો

1269

સિહોર પંથકમાં આજે અપમૃત્યુનાં ત્રણ બનાવો બન્યા હતા જેમાં ભોળાદ ગામે રહેતા અનેક માનસિક બિમારીથી કંટાળી ગયેલા નિકુલ ચીથરભાઈ ઉ.વ.૧૮નામનાં યુવાને તેનાં ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત થયું હતું. બનાવની જાણ થતા સિહોર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. જ્યારે વરલ ગામે રહેતા કોળી મનસુખભાઈ મોહનભાઈ સોલંકી ઉ.વ.૩૦ વાડીમાં કામ કરતા ત્યારે અકસ્માતે ઈલેકટ્રીક શોક લાગતા. તેનું મોત થયુ બનાવની જાણ થતા અશ્વીનભાઈ, ગેમાભાઈ ડાંગર સહિત આગેવાનો સિહોર સરકારી હોસ્પિટલ દોડી ગયા જ્યારે બનાવ અંગે વધુ તપાસ આર.જે.મોરી ચલાવી રહ્યા છે આ ઉપરાંત સિહોરની એકતા સોસાયટીમાં રહેતા પરેશભાઈ ગાંડાભાઈ બાબરીયાનાં પત્નિ મંજુલાબેન ઉ.વ.૩૫એ તેના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ સંદર્ભે હરેશભાઈ ગાંડાભાઈ બાબરીયાએ સિહોર પો.સ્ટે.માં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે મોબાઈલ નં.૯૭૨૬૦૪૩૬૩૩માંથી તેના નાનાભાઈનાં પત્નીનાં મોબાઈલ પર અવાર નવાર ફોન કરીને ધમકી આપવા ઉપરાંત બિભત્સ મેસેજ કરી માનસીક ત્રાસ આપતો હતો તેનાથી કંટાળી જઈ મરવા મજબુર કરતા આપઘાત કર્યો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

Previous articleઅન્નપૂર્ણા વ્રતનું સમાપન
Next articleઘેલો નદીમાંથી ખનીજ ચોરી કરતા સાત શખ્સો ૪૨ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપાયા