સિહોરમાં બન્યો અજીબ કિસ્સો ચોર અને મકાન માલીક વચ્ચે બઘડાછટી

1716

સિહોર માં ગત રાત્રે ૮ કલાકે કુંજગલી વિસ્તારમાં રહેતા રાજેન્દ્રભાઇ ભુપતભાઇ સોલંકી ના મકાન પાસે બંધ હાલત ના હીરાના કારખાના માં ૨ અજાણ્યા શખ્સો ચોરી કરવાના ઈરાદે તાળા તોડી પ્રવેશ્યા હતા અને ચોરી કરવાની કોશિશ શરૂ કરતા હતા ત્યારે રાજેન્દ્રભાઇ ને કોઈ કારખાના મા હોવાની શંકા ગયેલ કારણકે તાળું તૂટેલું હોય પ્રથમ દ્રષ્ટિએ એવું લાગેલ કે ભુલથી ખુલ્લું રહી ગયું હશે પરંતુ નજીક જઇ તપાસ કરતા માલુમ પડેલ કે કોઈ ૨ શખ્સો ચોરી માટે ઘુસ્યા છે ત્યારે રાજેન્દ્રભાઇ દ્વારા પિતા ભુપતભાઇ ને જાણ કરી બોલાવ્યા હતા ત્યારે બન્ને અજાણ્યા શખ્સો ને પડકારતા બન્ને અજાણ્યા શખ્સોએ કારખાના મા રહેલ પાવડો તથા પાઇપ લઈ પિતા પુત્ર પર તૂટી પડયા હતા ત્યારે રાજેન્દ્રભાઇ ને પાવડા વડે મારી પિતા ભુપતભાઇ ને પાઇપ  થી ફટકારતા ભુપતભાઇ ના પગે ફ્રેક્ચર થયું હતું છતાં બન્ને પિતા પુત્ર દ્વારા પ્રતિકાર કરતા ભાગી છૂટયા હતા ત્યારે તેમાંનો એક રસ્તામાં પડી જતા તેને પણ માથામાં વાગેલ ત્યારે કોઈએ તુરંત પોલીસ ને જાણ કરતા તાબડતોબ પોલીસ આવી જે દિશામાં અજાણ્યા શખ્સો ભાગેલ તેનો ફિલ્મીઢબે પીછો કરતા તેમાંથી એક ઝડપાયો હતો ત્યારે સાથે રહેલ બીજો ભાગવામાં સફળ થયો હતો પોલિસ દ્વારા પૂછપરછ કરતા જણાવેલ કે અમો ચોરી કરવા ગયા હતા પણ પકડાઈ જવાની બીકે હુમલો કર્યો હતો ત્યારે તેનું નામ અક્ષય સામત પરમાર જાતે દેવીપુજક રે ભાવનગર જણાવ્યું હતુ સિહોર પીલીસ દ્વારા કલમ ૩૮૦, ૪૫૮, ૫૧૧, ૩૨૫, ૩૨૩, ૧૧૪ જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ સિહોર પ્રો.પી.એસ.આઈ આર. આર.વાઢેર ચલાવી રહ્યા છે

Previous articleઘેલો નદીમાંથી ખનીજ ચોરી કરતા સાત શખ્સો ૪૨ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપાયા
Next articleમાઈનીંગ મામલે ખેડુતો – પોલીસ વચ્ચે ઘર્ષણ