શિરડી સાઇબાબા મંદિરને ૧૧ દિવસમાં મળ્યું રૂ. ૧૪ કરોડ ૫૪ લાખનું દાન

1390

ક્રિસમસ અને નવા વર્ષની રજાઓમાં શિરડીના પ્રસિદ્ઘ સાંઈ મંદિરમાં શ્રદ્ઘાળુઓની જાણે કે ભીડ ઉમટી પડી હતી. ૨૨ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી દરમિયાન શિરડીમાં ૯.૫૦ લાખ કનિદૈ લાકિઅ ભકતોએ સાંઈબાબાના દર્શન કર્યા હતા. આ દરમિયાન ભકતોએ મોટા પ્રમાણમાં દાન પણ આપ્યું હતું. આ ૧૧ દિવસો દરમિયાન મળેલા દાનની બુધવારે ગણતરી કરવામાં કનિદૈ લાકિઅ આવી તો તેનો અકિલા આંકડો રૂ.૧૪ કરોડ ૫૪ લાખ પર પહોંચ્યો હતો.  શિરડીની સાંઈબાબા મંદિરમાં ૧૧ દિવસમાં રૂ.૧૪ કરોડ ૫૪ લાખનું ભકતો દ્વારા દાન કનિદૈ લાકિઅ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ૫૦૭ ગ્રામ સોનું અને ૧૬.૫ કિલો ચાંદી પણ દાનમાં અકીલા મળી હતી. આ દાનમાં ૧૯ દેશના વિદેશી ચલણનો પણ સમાવેશ થાય કનિદૈ લાકિઅ છે. કુલ રૂ.૩૦ લાખ ૬૩ હજારની રકમ વિદેશી ચલણના સ્વરૂપમાં દાનમાં પ્રાપ્ત થઈ છે. સાઈ મંદિરના ડોનેશન બોકસમાં ભકતો દ્વારા રૂ.૮ કરોડ ૫ લાખનું દાન કનિદૈ લાકિઅ આપવામાં આવ્યું હતું. ડોનેશન કાઉન્ટર પર રૂ.૩ કરોડ ૩ લાખના ચેક આપવામાં આવ્યા. આ સાથે જ રૂ.૩ કરોડની રકમ ડિમાન્ડ ડ્રાફટના સ્વરૂપમાં પણ મળી કનિદૈ લાકિઅ છે. ૨ જાન્યુઆરી, ૨૦૧૯ના બુધવારે સવારે ૨૨ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી દરમિયાન દાનમાં મળેલી રકમની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ ૧૧ દિવસમાં કનિદૈ લાકિઅ જે રૂ.૧૪ કરોડ ૫૪ લાખની રકમ દાનમાં મળી તે ગયા વર્ષ કરતાં રૂ.૩૦ લાખ ઓછી છે. શિરડી સાંઈ સંસ્થાના ઉપાધ્યક્ષ ચંદ્રશેખર કદમે જણાવ્યું કે, ‘૨૨ કનિદૈ લાકિઅ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી રૂ.૧૪ કરોડથી વધુની રકમ ડોનેશન તરીકે જમા કરવામાં આવી છે. જેમાં ૧૯ દેશના વિદેશી ચલણની સાથે-સાથે મંદિર ટ્રસ્ટને સોનું અને ચાંદી પણ દાનમાં મળ્યું છે. કેટલાક લોકોએ ડેબિટ કાર્ડ, ચેક અને ડીડી દ્વારા પણ દાન આપ્યું છે. ક્રિસમસ અને નવા વર્ષની રજાઓમાં દર વર્ષે દાનની સંખ્યામાં વધારો થતો રહે છે, પરંતુ આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ રૂ.૩૦ લાખ જેટલું ઓછું દાન મળ્યું છે.’

સોનું : ૫૦૭ ગ્રામ અને ચાંદી ૧૬.૫ કિલો, ડોનેશન બોકસઃ રૂ.૮ કરોડ ૫ લાખ, ડોનેશન કાઉન્ટરઃ રૂ.૩ કરોડ ૩ લાખ, ડિમાન્ડ ડ્રાફટઃ રૂ.૩ કરોડ

કુલ રકમઃ રૂ.૧૪ કરોડ ૫૪ લાખ

Previous article૧ લાખની વ્યાજમુકત : લોનખેડૂતોને મળશે એકરે રૂ. ૪૦૦૦
Next articleમુંબઇનો વેપારી બન્યો સાઇબર ક્રાઇમનો ભોગ રાતે આવ્યા છ મિસ્ડ કોલ અને કપાઇ ગયા ૧.૮૬ કરોડ રૂપિયા