સ્ટાર અભિનેત્રી અને વિશ્વની સૌથી ખુબસુરત સ્ટારમાં સ્થાન ધરાવતી સ્કારલેટ જોન્સન પાસે કેટલીક નવી ફિલ્મ હાથમાં આવી રહી છે. તેનુ કહેવુ છે કે તે હજુ પણ ન્યુડ સીન કરતી વેળા પરેશાની અનુભવ કરે છે. હવે અમેરિકન સુપરહિરોની ફિલ્મ એવેન્જર્સ ઇનફિનિટી વોરની સિક્વલ ફિલ્મ પણ બની રહી છે. જે વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે. જોન્સનના ફ્રાન્સના પત્રકાર રોમેન ડાઉરિયાક વચ્ચેના બે વર્ષના લગ્ન સંબંધનો અંત આવી ગયો છે. ૩૩ વર્ષીય સ્કારલેટની ૪ વર્ષીય પુત્રી પણ છે. વર્ષ ૨૦૧૨માં પ્રથમ વખત સ્કારલેટ અને ડાઉરિયાક એકસાથે દેખાયા હતા. વર્ષ ૨૦૧૩માં બન્નેએ સગાઇ કરી લીધી હતી. બન્ને છેલ્લે ઓક્ટોબર ૨૦૧૬માં એક સાથે નજરે પડ્યા હતા. બીજી બાજુ સ્કારલેટે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે સેક્સ સિમ્બોલ તરીકેની તેની છાપના કારણે તે હેરાન છે. સેક્સ સિમ્બોલ તરીકે રહેવા તે બિલકુલ ઇચ્છુક નથી. સ્કારલેટ વર્ષ ૧૯૯૪થી હોલિવુડમાં સક્રિય છે. નાની વયમાં જ તે ફિલ્મોમાં એન્ટ્રી કરી ગઇ હતી. ત્યારબાદ તે સતત સફળ રહી હતી. ન્યુયોર્ક શહેરમાં જન્મેલી સ્કારલેલેટ જોન્સનના અગાઉ રેયાન રેનોલ્ડ સાથે સંબંધ હતા. પરંતુ તેમની વચ્ચેના સંબંધોનો અંત આવી ગયો હતો. સ્કારલેટ જોન્સનની યાદગાર ફિલ્મોની વાત કરવામાં આવે તો હોર્સ વિસ્પર અને ઘોસ્ટ વર્લ્ડનો સમાવેશ થાય છે.