સૌથી ઝડપી ૧૯ હજાર રન બનાવી કોહલીએ તોડ્યો સચિનનો રેકોર્ડ

669

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વર્ષ ૨૦૧૮માં અનેક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. એવામાં તેણે વર્ષ ૨૦૧૯ની શરૂઆત સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સચિન તેંડુલકરનો વધુ એક રેકોર્ડ તોડીને કરી છે. સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં કોહલીએ માત્ર ૨૩ રન બનાવીને આઉટ થઈ ગયો. આ સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૯ હજાર રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે સચિન તેંડુલકરને ૩૩ ઇનિંગથી પાછળ છોડી દીધો હતો.

કોહલીએ સિડની ટેસ્ટ દરમિયાન કારકિર્દીની ૩૯૯માં આંતરરાષ્ટ્રીય ઇનિંગમાં ૧૯ હજાર રન પૂરા કર્યા છે. હવે વિરાટના નામે ૧૯૦૧૨ રન છે. જેમાં તેમે ૬૩ સેન્ચુરી અને ૮૭ હાફ સેન્ચુરી ફટકારી છે. જ્યારે સચિને આ ઉપલબ્ધિ ૪૩૨મી ઇનિંગમાં મેળવી હતી.

 

Previous articleઅભિનેતા કાદર ખાન કેનેડામાં સુપુર્દ-એ-ખાક કરાયા
Next articleઆઈપીએલની ૧૨મી સિઝનનુ આયોજન વિદેશમાં કરવા ક્રિકેટ બોર્ડ મૂંઝવણમાં