આઈપીએલની ૧૨મી સિઝન અને લોકસભાની ચૂંટણીના સંભવિત ટકરાવને જોતા આ વખતે ફરી આઈપીએલનુ આયોજન વિદેશ બહાર કરવા માટેની શક્યતાઓને ક્રિકેટ બોર્ડે ચકાસવા માંડી છે. બીસીસીઆઈ દ્વારા આ મુદ્દે હજી સુધી કોઈ નિવેદન નથી અપાયુ પણ બોર્ડના અધિકારીઓનુ એક પ્રતિનધિમંડળ ખેલ મંત્રાલય સાથે એક બેઠક આ સંદર્ભમાં યોજી ચુક્યુ છે. જેમાં બોર્ડના અધિકારીઓએ કહ્યુ હતુ કે આ વર્ષે આઈપીએલનુ આયોજન વિદેશમાં કરવા પર અમે વિચારી રહ્યા છે. આ પહેલા પણ લોકસભા ચૂંટણી વખતે ૨૦૦૯માં સાઉથ આફ્રિકા અને ૨૦૧૪માં યુએઈમાં આ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. બોર્ડના અધિકારીઓએ ખેલ મંત્રાલય પાસેથી એ પણ માહિતી માંગી છે કે જો ટુર્નામેન્ટનુ આયોજન દેશની બહાર થાય તો તે માટે કયા પ્રકારની ગાઈડલાઈનનો અમલ કરવાનો રહેશે. જો ટુર્નામેન્ટ બહાર યોજાશે તો ખેલ મંત્રાલયની સાથે સાથે વિદેશ અને ગૃહ મંત્રાલયની પણ મહત્વની ભૂમિકા રહેશે. જોકે બીસીસીઆઈના અધિકારી રાહુલ જોહરીએ પહેલા નિવેદન આપ્યુ હતુ કે આઈપીએલના તમામ ટીમ માલિકો વિદેશમાં ટુર્નામેન્ટ યોજવાના વિરોધમાં છે.કારણકે તેનાથી આવક પર ફટકો પડે છે.પણ જો સરકારે ચૂંટણીના કારણે આઈપીએલ માટે સુરક્ષા આપવાની ના પાડી તો બોર્ડ પાસે વિદેશમાં આયોજન સિવાયનો બીજો કોઈ વિકલ્પ નહી હોય.
આ સિવાય બોર્ડે એ વાતનુ પણ ધ્યાન રાખવાનુ છેકે આઈપીએલ બાદ તરત જ વર્લ્ડ કપ યોજાવાનો છે.વર્લ્ડ કપનો પ્રારંભ ૩૦ મેથી થશે.