કલોલ ખાતે ગુજરાતની એકમાત્ર મર્ચન્ટ નેવી કોલેજ ‘ધ મેરીટાઈમ એકેડમી’ દ્વારા પહેલા કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું હતું . ૨૯મી ડિસેમ્બરે યોજાયેલા આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે, પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું તેમજ વિવિધ કેટેગરીઝમાં એવોડ્ર્સ પણ એનાયત કરવામાં આવ્યા. આ કોન્વોકેશનનું ઉદ્દઘાટન કેપ્ટ્ન સંજીવ સોની દ્વારા કરવામાં આવ્યું. જે ખાસ સિંગાપુરથી ખાસ કોન્વોકેશનમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એવું પહેલીવાર બન્યું છે કે, વિદ્યાર્થીઓ એ ગુજરાતીમાં ઓથ(પ્રતિજ્ઞા) લીધી છે. આ કોન્વોકેશનમાં ૬૦ કરતા પણ વધારે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી.
ગુજરાત પાસે સૌથી મોટો દરિયા કિનારો છે. શિપ પર ઘણા બધા કરિયર ઓપ્શન છે અને અમે જોયું કે ગુજરાતમાં એક પણ મર્ચન્ટ નેવીનું નોલેજ આપતી કોલેજ નથી. યુવાનોને નવો કરિયર ઓપ્શન અને વધુ તકો મળી રહે તે માટે અમે આ સંસ્થા શરુ કરી.