પતંગોત્સવને લઇને રૂપાણી સરકારે શિક્ષકો માટે જાહેર કર્યું ફરમાન

654

શહેરમાં હવે ટૂંક સમયમાં પતંગોત્સવ મહોત્સવનું આયોજન થનાર છે. દરવખતની જેમ આ વખતે પણ રાજ્ય સરકારના કાઇટ ફેસ્ટિવલમાં દેશ-દુનિયાના અનેક પતંગબાજોએ ભાગ લીધો છે. આ વખતે અમદાવાદના કાઇટ ફેસ્ટિવલનું આગવું મહત્વ જોવા મળશે, એટલે કે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને લઇને એક ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. આ ફરમાન પ્રમાણે, પતંગોત્સવ મહોત્સવમાં પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને હાજર રહેવા સૂચના જાહેર કરી દેવામાં આવી છે. આ ફરમાન હેઠળ આ વખતનો પતંગોત્સવ મહોત્સવ ખાસ બની રહશે.

વર્ષ ૨૦૧૯ના પતંગોત્સવમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની વાત કરીએ તો લગભગ આ કાર્યક્રમમાં ૧ હજારથી વધુ શિક્ષકોને ઉપસ્થિત રહેવા માટે અગાઉથી સૂચના જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય રાજ્ય સરકારની સંકલન સમિતીએ લીધો છે. આ સિવાય સાણંદના બીઆરસીએ પરિપત્ર જાહેર કરી તાલુકાના તમામ શિક્ષકોને પતંગોત્સવ મહોત્સવમાં હાજર રહેવા ફરમાન જાહેર કરાયું છે.

તમને જણાવી દઇએ કે, આગામી ૬થી ૧૩ જાન્યુઆરી સુધી રિવરફ્રન્ટ પર પતંગોત્સવ મહોત્સવ યોજાનાર છે. સરકારના પતંગોત્સવ મહોત્સવનું મહત્વ રાજ્યના એકે એક વ્યક્તિ સુધી પહોંચે તેના માટે અર્થાંગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેના ભાગરૂપે શિક્ષકોને અભ્યાસ સિવાયની પ્રવૃતિ ન કરાવવા માટે અગાઉ પણ શિક્ષક સંઘ શિક્ષણ વિભાગમા રજુઆત કરી ચૂકવામાં આવી છે. અનેક રજુઆતો કરવા છતા પણ વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા ન કરતા શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા આવા કાર્યો અપાઇ રહ્યા હોવાની વાતો હાલ ફેલાઇ રહી છે.

Previous articleલોકરક્ષકની પરીક્ષાનો સમય બદલાયો ૨૫૦૦ સેન્ટર પર પરીક્ષા લેવાશે
Next articleગુજરાતમાં AIIMSને લઇને સસ્પેન્સ ખતમઃનીતિનભાઈ પટેલે કરી સત્તાવાર જાહેરાત