રાજુલાનાં કોંગ્રેસનાં ઉમેદવાર અમરીશભાઈ ડેરનો પ્રચાર પ્રસાર વેગવાન બની રહ્યો છે રાજુલા-જાફરાબાદ અને ખાંભા તાલુકામાં જબ્બર સમર્થન મળી રહ્યુ છે અને આ વખતે પંજો ફરી વળશે તેવી રીતે લોકો તેમને સમર્થન આપી રહ્યા છે ગ્રામ્ય પંથકોમાં યોજાતી સભાઓમાં પણ લોકો સ્વયંભૂ ઉમટી રહ્યા છે અને નવસર્જન કરવા તત્પર બન્યા છે.
રાજુલા-જાફરાબાદ-ખાંભાના ગામડાઓને પ્રવાસ અને પ્રવાસ દરમિયાન લોકો દ્વારા ઠેર-ઠેર સ્વાગત, નવા, ઘુડીયા, મોટા આગરીયા, વાવડી, દિપડીયા, ધારેશ્વર, છતડીયા, વડ, નિચાદર, હિડોરણા, જુની-નવી-માંડરડી સહિતના ગામોમાં કોંગી ઉમેદવાર અંબરીશ ડેર દ્વારા ગ્રામ્ય સભાઓ યોજી હતી અને ગામો ગામથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડેલ હતી અને કોંગ્રેસ આવે છે. નવસર્જન લાવે છે ના નારા સાથે લોકો દ્વારા ઢોલ-નગારા અને ઘોડા તથા શણગારેલા બળદગાડઓ તથા કુમારીકાઓ અને બહેનો દ્વારા કુમકુમ તિલક કરીને સૌએ ઉમળકાભેર, સ્વયંભૂ, સત્કાર કરીને જાણે વિજેતા બની ગયા હોય તેવો માહોલ સર્જેલ છે.