ગારિયાધાર ન.પા. વિસ્તારમાં રહેતા ચુનારા સમાજના લોકોને ભુતકાળમાં શહેરના પાદર વિસ્તારમાંથી શહેરના ઔદ્યોગિક વિસ્તાર પાસે સ્થળાંતર કરાવવામાં આવેલ અને જે-તે સમયે તમામ રહીશોને પ્લોટોની ફાળવણીનું પણ વચન તંત્ર દ્વારા અપાયેલ અને ન.પા. કચેરીમાં મુદ્દે ઠરાવ પણ કરવામાં આવેલ. હતો.
પરંતુ મામલે વર્ષો વિત્યા બાદ પણ આજદીન સુધી ઠરાવની અમલવારી ન થતા હજુ સુધી આ રહીશોને હાલમાં જયા રહે છે ત્યા પ્લોટોની સનદ મળેલ નથી અને મુદ્દે ભુતકાળમાં પણ મામલતદાર કચેરીથી લઈ લે છે કે મુખ્યમંત્રી સુધી અરજદારો દ્વારા રજુઆતો કરવામાં આવી હતી. જયારે હાલના દિવસોમાં આ મુદ્દે મામલતદાર ગારિયાધારને આવેદનપત્ર પણ અપાયું હતું અને તંત્ર દ્વારા જવાબરૂપી કશી કાર્યવાહી ન થતા મામલતદાર કચેરી ગારિયાધાર ખાતે રહીશો દ્વારા ઉપવાસની છાવણી માંડીને તંત્ર વિરૂધ્ધ સુત્રોચ્ચાર પોકરવામાં આવેલ. નોંધનીય બાબત છે કે હમણાના દિવસોમાં તંત્ર પર જુઆતો ઉપવાસ આંદોલનનો આ તમામની જાણ કોઈ અસર જ ન થતી હોય તેમ આ મુંજવણ ભર્યા પ્રશ્નો વણ ઉકેલાયેલા જોવા મળતી દેખાઈ આવે છે. જયારે આ બાબતે તંત્ર શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું.