રાજુલા તાલુકાના બાબરીયાધાર- શીવદત્ત આશ્રમના તપસ્વી સંત શિરોમણી બ્રહ્મલીન પુજય શીવાભારતી બાપુ કૈલાસવાસી થયાથી તેમનો સોળષી ભંડોરો તા. ૧૦-૧ને ગુરૂવારે સમાધી પુજન, ધર્મસભા મહા પ્રસાદ, અને રાત્રે ખ્યાતનામ સંતવાણી કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી યોજાશે.
રાજુલા તાલુકાના બાબારીયાધારના સુપ્રસિધ્ધ શીવદત્ત આશ્રમના મહંત બ્રહ્મલીન તા. ર૬-૧ર- બુધવારે કૈલાસવાસી થયા હોય જે સંત સમાજ તેમજ અનેક સેવક ગણમાં ધ્રોસકો પડી ગયો છે અને સમસ્ત સેવક પરિવાર સંત સમાજ શોકમય બની ગયો છે તે બ્રહ્મલીન સંત શિરોમણી, શિવાબાપુ (ભારતીબાપુ)ને સોળક્ષી ભંડારા)નું આયોજન આગામી તા. ૧૦-૧ને ગુરૂવારે બાબરીયાધાર મુકામે વડીલ સંત ટપુ ભારતી ચકુ ભારતી ગોસ્વામી, મનુભાઈ ગોસ્વામી કાંતી ભારતી ગોસ્વામી તેમજ સુપ્રસિધ્ધ ભજન સમ્રાટ અરવિંદ ભારતી ગુરૂ શીવભારતી બાપુ તેમજ કાંતિ ભગત (જેજાદ) ગુરૂ શીવાભારતી બાપુ તેમજ સેવક સમાજ, બાબરીયાધાર ગ્રામ સમસ્ત નીચે બ્રહ્મલીન શીવાબાપુનો સોળષી ભંડારાનું ભવ્ય આયોજન થશે. જેમાં તા. ૧૦-૧ ગુરૂવારે સમાધી પુંજન ધર્મ સભા બાદ મહાપ્રસાદ અને રાત્રે ૯ કલાકે ભવ્યાતિ ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિધ્ધ ભજન સમ્રાટો દ્વારા સંતવાણીમાં ભજનના સુરે રેલવાશે તો સમસ્ત ધર્મ પ્રેમી જનતાને ભવ્ય પ્રસંગનો લાભ લેવા બાબરીયાધારના જ ભજન સમ્રાટ અરવિંદ ભારતી દ્વારા જણાવાયું છે.