સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંગઠન મંત્રી તરીકે નિખીલભાઈ ભટ્ટની નિમણૂંક

1335

ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના સ્થાનિક ક્ષેત્રે બ્રહ્મસમાજની સાથે રહી હંમેશા સમાજના વિશિષ્ઠ કાર્યક્રમો જેમ કે વિદ્યાર્થી સન્માન, સમૂહ યજ્ઞોપવિત, સમૂહ લગ્ન, સમૂહ પસંદગી મેળો, શિવ શોભાયાત્રા, રામ શોભાયાત્રા, શ્રી પરશુરામ કળશયાત્રા વગેરે સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમોના નિર્વિવાદિત બ્રહ્મ અગ્રણી માર્ગદર્શક તરીકેની ભૂમિકા સદાયે  જાળવી રાખી સમાજના કાર્યોને પ્રોત્સાહિત કર્યા છે તેમજ સમાજ પ્રત્યેની નિષ્ઠા, કાર્યકુશળતા અને લાગણીસભર સંબંધોને ધ્યાને લઈ તા. ૭-૧૨-૨૦૧૭ના રોજ ટ્રસ્ટ રજી નં. ૧૮૧૬ બી-૪, વી-૧૩૨૫ અંતર્ગત નોંધાયેલ સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) ના ગુજરાત પ્રદેશના રાજય સ્તરે સંગઠનમંત્રી પદે તા. ૨૦-૧૨-૨૦૧૮ ના રોજ  નિખિલભાઈ ભટ્ટની નિમણુંક સર્વ સમંતિ સાથે કરવામાં આવી છે.

બ્રહ્મ અગ્રણી આ યુવા પ્રતિભા   નિખિલભાઇ ભટ્ટ ‘‘સેબી માન્ય રિસર્ચ એનાલીસ્ટ’’હોઇ હાલમાં કન્ઝયુમર કો-ઓડર્‌ીશેનલ કાઉન્સીલ (ઈઈઈ) ફેડરેશન-દિલ્હીના આ સંપૂર્ણ માર્ગદશર્ન પ્રવકતા તરીકે ‘ઇન્વેસ્ટર પ્રોટેકશન કમિટી’ના ચેરમેનપદેથી રોકાણકારોને સંપૂર્ણ માર્ગદર્શક તરીકે સેવારત છે.

સ્વભાવે શાંત અને સરળ  નિખિલભાઇ ભટ્ટ અલગ-અલગ ૨૦ શાખાઓના માધ્યમથી ૨૨ દેશોમાં અંદાજીત ૨૬ લાખથી પણ વધુ બ્રાહ્મણ સભ્ય સંસ્થા ધરાવતી એક માત્ર સર્વ સમસ્ત બ્રાહ્મણ જ્ઞાતિઓનું સંગઠન ‘‘આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસંસ્થા ‘‘ના’’ આંતરરાષ્ટ્રિય બ્રાહ્મણ નિવેશક શાખા ‘‘માં તેઓશ્રી ‘‘રાષ્ટ્રિય અધ્યક્ષ’’ પદે તેમજ સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ – ગુજરાતના ‘‘પરામર્શક’’, સૌરાષ્ટ્ર ઝોન ના ‘‘સંકલન સમિતિના અધ્યક્ષ’’તેમજ સંસ્થાકીય ઉદેશ હેતુ વિષયક પ્રચાર-પ્રસાર, સાહિત્ય અને કાર્યક્રમ નિર્માણ સમિતિના ‘‘પ્રદેશ કન્વીનર’’ ઉપરાંત રાષ્ટ્રીય પરશુરામ સેનાના ગુજરાત રાજયના ‘‘મહામંત્રી’’ તરીકે તેઓ ઉત્કૃષ્ટ તેમજ અભિનંદનીય કાર્યશેલી દ્વારા સેવા આપી રહયાં છે.

રાજકીય ક્ષે્‌ત્રે ભારતીય રાષ્ટ્રવાદી પક્ષના તેઓ ‘‘રાષ્ટ્રીય મહામંત્રી’’ તરીકે સંગઠન દ્રષ્ટિએ તેઓનું વિશેષ સ્થાન ધરાવે છે.બિન રાજકીય સેવા સંગઠનમાં  પણ તેઓના નિસ્વાર્થી સેવાકીય કાર્ય અને કુશળ મેનેજમેન્ટને કારણે તેઓને સ્તરે વિશિષ્ટ હોદાઓ ઉપર સન્માનિત કરવામાં આવ્યા છે. ‘‘રાષ્ટ્રીય નિવેશક મંચ’’ના ‘‘રાષ્ટ્રીય  અધ્યક્ષ’’ અને ‘‘રાષ્ટ્રીય અધિવકતા મંચ’’ના ‘‘રાષ્ટ્રીય પ્રભારી’’ તરીકે સતત કાર્યશીલ રહી સંગઠનને તેઓની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી રહયાં છે.

Previous articleબાબરીયાધાર શીવદત્ત આશ્રમના પુ. શીવાભારતી બાપુનો કૈલાસવાસ
Next articleનિરખને ગગનમાં શ્રેણી અંતર્ગત ત્રિદિવસીય પ્રવચનમાળાનું સમાપન