જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ખડસલીયા કે.વ. શાળા ખાતે ર૬ નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને વિશ્વના વિવિધ બંધારણો વિશે સમજ આચાર્ય દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ ધો.૬ થી ૮ના બાળકો માટે ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ એમ ત્રણ ટીમ વચ્ચે બંધારણ ક્વીઝ યોજાઈ હતી.