હિંડોરણા નેશનલ હાઈવેના પુલનું સત્વરે ડાઈવર્જન કાઢવા રજુઆત

953

રાજુલાના હીડોરડાનો નેશનલ ફોરટ્રેકનો એક માત્ર તુટી ગયેલ પુલને તોડી નવો બનાવવાની રજુઆતોથી તંત્ર ગોકળ ગાયની ગતીએ ડાયવર્જન કાઢવા કાર્યવાહી આરંભી ભાવનગર સોમનાથ દ્વરીકા જવા એસ.ટી. બસોના ૩૦-૩૦ માઈલ ફરી ફરીને જતો લોકો ત્રાહીમામ થઈ છે.

બહેરા મુંગા અને હવે આંધળુ તંત્ર અનેક આગેવાનો રાજુલા, જાફરાબાદની સ્થાનિક સંસ્થાઓ રાજુલા તાલુકા પંચાયત ચેરમેન ભીખાભાઈ પીંજર, તાલુકા પ્રમુખ બળવંતભાઈ લાડુમોર તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, પ્રમુખ બાલાભાઈ વાણીયા, ચેરમેન રાહુલભાઈ ધાખડા, તાલુકા પંચાયત જાફરાબાદ ઉપપ્રમુખ કરણભાઈ બારૈયા સહિત બન્ને તાલુકાના આગેવાનો દ્વારા અનેકવાર કરેલ ફોરટ્રેક નવો બનાવતા કોન્ટ્રાકટ અધિકારીઓને તમારો આગળ પાછળનો રોડનું કામ પછી કરે આ પુલને ૬ થી ૭ વખત ગાબડા પડ્યા છેઅ ને પીથડા મારવાથી પુલની આયુષ્ય પુરી થઈ ગઈ છે તેમાં કોઈ ફેર નહીં પડે અને જયારે આ પુલ તુટશે ત્યારે મોટી જાન હાની થશે પણ બહેરા મુંગા અને આંધળાએ માટે લખવું પડે છે કે તંત્રના અધિકારીઓ નવો રોડ બનાવતા કોન્ટ્રાકટરો આ તુટી ગયેલ પુલ ઉપરથી જ પસાર થાય છે તે અનેક રજુઆતોથી આ તંત્ર હરકતમાં આવ્યું તો ખરૂ પણ ગોકળ ગાયની ગતીએ હજી પુલ નીચે ડાયવર્જન કાઢવા કામે લાગ્યું છે. આવી રીતે કામ થતું રહેશે તો હજી ૧ વર્ષ નિકળી જશે અને આ બાબતે ચેરમેન ભીખાભાઈ તથા પ્રમુખે ફરીવાર રજુઆત કરી છે.

Previous articleરાણપુર ખાતે ગાંધી મેળાના આયોજન અંતર્ગત બેઠક
Next articleસિહોર રેલ્વે સ્ટેશનનાં પ્રશ્નો અંગે ડીઆરએમ સમક્ષ રજુઆત