સ્વામી નિર્દોષાનંદ હોસ્પિ.નાં નિવૃત થતા ડોકટરનું સન્માન

685

તદ્દન વિનામુલ્યે સારવાર આપતી ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ સ્વામી નિર્દોષાનંદજી માનસવેસા હોસ્પિટલ, ટીંબીના જનરલ સર્જીકલ વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી જનરલ સર્જન તરીકેની માનદસેવા આપતા ડો. જે.કે. લાખાણી તેઓના કાર્યક્ષેત્રમાંથી સંપૂર્મ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેનો વિદાય ‘સન્માન સમારંભ’હોસ્પિટલ કેમ્પસમાં આમંત્રિતો તેમજ તમામ ડોકટરમિત્રો અને તમામ વિભાગના કર્મચારી ભાઈઓ બહેનોની ઉપસ્થિતીમાં યોજાઈ ગયેલ. જેમાં હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. નટુભાઈ રાજપરા, ઉપપ્રમુખ જીવણભાઈ ડાંખરા મંત્રી બી.એલ. રાજપરા અને ટ્રસ્ટી પરેશભાઈ ડોડીયા દ્વારા ડો. જે.કે. લાખાણી સન્માનપત્ર, પુષ્પગુચ્છ અને શાલથી સન્માનિત કરવામાં આવેલ. આ કાર્યક્રકમમાં સાહિત્યકાર સુખદેવભાઈ ધામેલિયા (ગઢડા)એ હાસ્યરસ દ્વારા શ્રોતાઓને હાસ્યથી તરબોળ કર્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે જે.કે. લાખાણી તેમના આ કાર્યકાળમાં વર્કીંગ દિવસ ૭૩૦ દરમ્યાન કુલ ૭૭૩૩ સફળ સર્જરી (ઓપરેશન) કરીને એક નવો કીર્તીમાન સ્થાપિત કરીને હોસ્પિટલને ગૌરવ અપાવેલ છે.

Previous articleસિહોર રેલ્વે સ્ટેશનનાં પ્રશ્નો અંગે ડીઆરએમ સમક્ષ રજુઆત
Next articleસાળંગપુર સ્વચ્છ બનાવવા સફાઈ ઝુંબેશ