નીચા કોટડા સહિત ગામો સજ્જડ બંધ

1222

દાઠા પંથકમાં માઈનીંગ મામલે વિરોધ કરતા ખેડુતો ઉપર પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જ સહિત બળ પ્રયોગના વિરોધમાં આજે બીજા દિવસે પણ નીચા કોટડા, ઉંચા કોટડા, દયાળ, તલ્લી બાંભોર સહિતના ગામો સજ્જડ બંધ રહ્યા હતાં. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ રહેવા પામી હતી અને કર્ફયુ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. દરમ્યાન પોલીસના મારથી ઈજા પામેલાઓને સર.ટી. હોસ્પિટલ ખસેડાયા હતાં. જયાં કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતાં જયારે ગઈકાલે પોલીસે અટકાયત કરેલા લોકોને કોર્ટમાં રજુ કરાતા તેઓએ પોલીસ વિરૂધ્ધ નિવેદન આપ્યું હોવાનું પણ સુત્રો દ્વારા જણાવાયું હતું.

Previous articleજીતુભાઈ વાઘાણી દ્વારા પતંગ વિતરણ
Next articleગરીબ કલ્યાણ મેળામાં ર૩.પ૭ કરોડની સહાયનું વિતરણ