આજે ભાવનગરના મોતીબાગ પાસે અટલ ઓડિટોરીયમ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને ભાવનગર શહેરી વિસ્તારનો ગરીબ કલ્યાણમેળો યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળામાં ૧૫ લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે સાધન, કીટ સહાય વિતરણ કરાઈ હતી કુલ ૫૨૭૪ લાભાર્થીઓને રૂપિયા ૨૩.૫૭ કરોડની સાધન, કીટ સહાય વિતરણ કરાઈ રહી છે
આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે રાજ્યમાં આજે યોજાયેલાં ૩૯ ગરીબ કલ્યાણમેળા પૈકી ભાવનગર શહેરી વિસ્તારનો ગરીબ કલ્યાણ મેળો આજે અહીં યોજાઈ રહ્યો છે આ મેળા થકી કુલ ૫૨૭૪ લાભાર્થીઓને કુલ રૂપિયા ૨૩.૫૭ કરોડની સાધન સહાય,કીટ વિતરણ કરવામાં આવી રહ્યુ છે આ સાધન સહાય કીટ વિતરણમાં વિવિધ સરકારી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેવી કે વયવંદના, નિરાધાર,વ્રુદ્ધ,અપંગ, નિરાધાર વિધવા, રાષ્ટ્રીય કુટુંબ સહાય, માનવ કલ્યાણ,માનવ ગરીમા, ઝૂંપડા વિજળીકરણ, કુંવરબાઈનું મામેરૂ, સરસ્વતી સાધના યોજના.તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે ગરીબ કલ્યાણ મેળા દ્વારા રાજ્યના દોઢ કરોડ લાભાર્થીઓને ૨૪ હજાર કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર મનહરભાઈ મોરી, મ્યુ.કમિશનર એમ. એ. ગાંધી, પ્રાંત અધિકારી જી. વી. મીંયાણી, નાયબ મેયર અશોક બારૈયા, નાયબ મ્યુ. કમિશનર એન. ડી. ગોવાણી, સ્થાયી સમિતિના અધ્યક્ષ યુવરાજસિંહ ગોહિલ, શહેર મહિલા મોર્ચાના મહામંત્રી મથુરાબેન નગીનભાઈ પ્રજાપતિ(વાઢૈયા), વિવિધ સમિતિઓના ચેરમેનો, શાસકપક્ષના નેતા પરેશ પંડ્યા, સીટી ઈજનેર ચંદારાણા, મ. ન. પા. ના અધિકારીઓ, લાભાર્થીઓ તથા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.