બસ અબ મંદિર નિર્માણ કા સમય હૈ !

958

અયોધ્યા પહોચ્યા પહેલા જ મનમાં એક વાત ‘લોક’થઈ ગઈ હતી કે મંદિર મુદ્દો છે શું ? હવે શું થશે ? વગેરે હકીકતોને મારા પોતાના બાયનોક્યુલરથી ચકાસી લઉ. ઘણાં લોકો સાથએ ચર્ચા, વાર્તાલાપ સંવાદથી એવુ તારણ નીકળ્યુ કે સમયાંતરેરાજનિતિએ આ મુદ્દાને અંકુશ કરવા ભરપેટ પ્રયત્ન કર્યો તેનાથી તેને મનવાંચિત ફળો પણ પ્રાપ્ત થયા અખંડ ભારતના અડિખમપણા માટે આ વિષયનો છેડો આપવો જોઈએ સ્થાનિક ત્યાનાં લોકોનો પણ એક ્‌વાજ આવો હતો. અમે ફૈઝાબાદ અયોધ્યાન તમામ લોકો ઈચ્છીએ છીએ કે મંદિર નિર્માણ થાય આ અવાજમાં ત્યાના મુસ્લીમો પણ સંમ્મિલિત છે.
હનુમાનગઢી અયોધ્યાનું પ્રસિધ્ધ બજરંગબલી મંદિર છે. રામચરિત માનસમાં ભગવાન રામે ત્યાં તેમને જવાબદારી સોપાયાની લાબી કથા છે. અહિના તમામ યાત્રાળુઓએ પ્રથમ આ દેવાલયે માથુ ટેકવવા આવવાનું છે. ત્યાં ફુલની દુકાન ધરાવતા અને અનેક વિધ પુજા સામગ્રી વેચતા રામ પ્રસાદ કહે છે કે અરે અહી કોઈ મસ્જિદ જેવુ છે જ નહી તે ખરેખર તો મંદિર જ હતું છતાં ક્યા ઐતિહાસિક તથ્યો શોધી લાવીને તેને બાબરી મસ્જીદ તરીકે ઓળખ આપવાનું કેટલાક મુસ્લિમ સંગઠનોએ કાર્ય કર્યુ પણ દુઃખદ એ થયુ કે તેમા કોંગ્રેસ જેવા મોટા રાજકીય પક્ષે તેને સમર્થન આપ્યુ બસ વિવાદનું તાકાત મળતી ગઈ અને તેના પર અનેક અદાલતી કેસ વિવાદ ચાલવા માડંયા હવેતો અહીના લોકોની ધીરજ જર્જરીત થતી જાય છે.
રામમંદિરના દર્શન માટે ખુબ સખત સલામતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષાદળના જવાનો તેના પર અનેક સાધન પ્રસાધનોથી નીગરાની રાખી રહ્યા છે. સાજે ૫ કલાક પછી દર્શન બંધ કરવામાં આવે છે. તે જ રીતે બપોરના પણ વચ્ચે બે કલાકનો વિરામ હોય છે. ેજથી દેશ દુનિયામાંથી આવતા શ્રધ્ધાળુઓને ક્યારેય દર્શન પ્રતિક્ષા અકળાવે છે જેમની પાસે દિવસમાં પાંચ છ કલાકનો સમય હોય તેજ આ દર્શનમાં સફળતા મેળવી શકે. લગભગ અંદર જતા જતા પાચેક વખત તમામ મેટલ ડીટેકટર તથા મેન્યુલી પણ ચેકીંગ થાય છે. એકાદ કિ.મી. આગળી તમારે એક લાઈનમાં ચાલવાનું છે જેની ક્યુ ત્રણ બાજુથી પીંજર જેવી બનાવવામાં આવી છે. ઉપર અને ડાબી જમણી બાજુ જાળી છે તેથી તમે ક્યાંય બહાર નીકળી શકતા નથી રામ મંદિરનો આંખો ઢાંચો પડી ગયો છે તેથી ભગવાન રામની મૂર્તિ એક તંબુમાં સ્થાપિત કરવામાં આવી છે. લગભગ ૨૦૦ ફુટ જેટલે દુરથી તમારે તે જાળીમાં ઉભા રહી દર્શન કરવાના છે. એક પુજારી જાળીની બાજુમા બેઠા છે. જે સર્વોને પ્રસાદ વિતરણ કરે છે. મારાથી આગળના દર્શનાર્થી કેન્યાના બિનનિવાસી ભારતીય ઈન્દુબેન ઠક્કરે આક્રોશથી કહ્યું કે જુઓ આપણા ભગવાન અને તેના દર્શન આપણે પીંજરામાંથી કરવાના કરેલી લાચારી ? તેમની વાતમાં દર્દનું વજુદ હતું.
છોટી છાવણી નામે ઓળખાતા એક મંદિરના મંહત નૃત્ય ગોપાલદાસજીને મળવાની જીજ્ઞાસા હતી જ તેઓ રામજન્મભૂમિ ન્યાસ સમિતિના અધ્યક્ષ પણ છે મારી તેમની સાથે જે ટુંકી મુલાકાત થઈ તેમા તેનો સુર આવો હતો. રામમંદિર નિર્માણ થવાનોે હવે સમય આવી ગયો છે. વટહુકમ કે અદાલતી હુકમથી થશે તે મને ખબર નથી તે ભગવાન રામ જ નક્કી કરશે. આ બાબતે હમણા યોગી આદિત્યનાથજી અને પ્રધાનમંંત્રી મોદી બંને માથી કોઈને મળવાનું થયુ નથી ઉધ્ધવજી ઠાકરેની ધર્મસભામાં હું ઉપસ્થિત રહ્યો હતો. અમારે સાધુને એક જ એજન્ડા છે. મંદિર બનવુ જોઈએ રાજનિતિ કોમ કેટલી કરે છે. ખબર નથી પણ ભાજપ અને મોદી જ આ કાર્ય પૂર્ણ કરશે તેવી શ્રધ્ધા છે. મોદી સરકારના ભલે સાડાચાર વર્ષ પૂરા થયા પણ હવે જ આગામી સમયમાં જ મંદિર નિર્મામ કાર્ય માટે અતિ મહત્વનો બની રહેવાનો છે સધળુ કર્તા હર્તા ઈશ્વર છે. તે જ તેના હુકમથી આ મહાનકાર્યને પાર પાડશે આ સુર સરકારી તંત્રને મદદકરનારો અથવા તેમા અટલ વિશ્વાસ ધરાવતો પડઘાતો હતો. મહારાજ ખૂબજ પ્રસન્ન ચિત શ્રધ્ધાળુ જણાયા.
અયોધ્યાના કાઠીયા મંદિરની ગૌશાળામાં સેવાવૃત્તિ સાધુ લક્ષ્મણદાસજી જણાવે છે કે અયોધ્યામાં ત્રીસ વરસથી વધુ સમય ગાળ્યો છે. અનેક તડકી છાયડીનો હું સાક્ષી છુ અહીના સ્થાનિક લોકોનો પછી તે ગમે તે હોય કે એક જ અવાજ રહ્યો છે કે મંદિર નિર્માણ અમને કોઈ હરકત નથી જો કે અહી મસ્જિદ હોવાનું અને તેમા નમાજ પઢવાનું પ્રાર્થના કાર્ય થતા હોવાનું સાંભળ્યુ નથી. રામ મંદિરનું પૂજન અર્ચન બધુ હતુ જેના તાળા રાજીવ ગાંધીએ ૧૯૮૬માં ખોલાવીને મુદ્દા પર રાજનીતી હાવી બનતી ગઈ સને ૧૯૯૨માં મંદિર પર રહેલા ઘુમ્મટને કારસેવકોએ તોડ્યો હતો. કનકભવનના મંદિર દ્વારે ગોલીબાર થયેલો આંકડો કેટલો હતો તે ખબર નથી ઘણા લોકોના સરનામા પ્રાપ્ત ન થતા લાંબા સમય પછી તેના અંતિમ સંસ્કાર થયા હોવાનું સાંભળવા મળ્યુ હતું.
અયોધ્યાનગરતો ખુબ મોટુ નથી પરંતુ તેનો વિકાસ જીર્ણક્ષીણ છે. લગભગ ૭૦૦ મંદિરો શોભાયમાન આ નગરને મંદિર નગર કહેવુ હોય તો અતિરેક ન ગણાય સાંધુઓની સખ્યા પણ અહી ખુબ ગણાનાપાત્ર લાગી રામજીની સાથે હનુમાનજી હોય તેમ અહી વાહરોનો જબરો તરખાટ જોવા મળે છે. તમામ મંદિરો તમને નિવાસ ભોજનની સુવિધા યુક્ત મળે છે. હજુ તેના વિકાસ માટે ઘણું કરવું બાકી છે.

Previous articleમંદિર મસ્જિદને દાનની નહિ પણ માનવીને ધાનની જરૂર છે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે