નવા વર્ષના ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહનું સંચાલન બે મોખરાના અદાકારો જેસિકા ચેસ્ટેઇન અને સામ રોકવેલ કરશે એવી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. ધ હોલિવૂડ ફોરેને પ્રેસ એસોસિયેશને ટ્વીટર પર આ જાહેરાત કરી હતી. અત્રે એ યાદ રહે કે સામ રોકવેલે વાઇસ ફિલ્મમાં અમેરિકી પ્રમુખ જ્યોર્જ બુશનો રોલ કર્યો હતો. એને ગોલ્ડન ગ્લોબ એવોર્ડનું નોમિનેશન મળ્યું છે. ૨૦૧૮માં રજૂ થયેલી ફિલ્મ થ્રી બીલબોર્ડ આઉટસાઇડ એબ્બીંગ મીસુરી માટે એને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ અગાઉ મળી ચૂક્યો છે. જેસિકાને ૨૦૧૩માં એની ફિલ્મ ડ્રામા માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ અગાઉ મળી ચૂક્યો છે. આમ આ બંને કલાકારો અગાઉ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવી ચૂક્યાં છે. રોકવેલને કદાચ ફરી આ એવોર્ડ જુદી કેટેગરીમાં મળશે.