સેક્સી સ્ટાર ઉર્વશી રોટેલાને વધુ એક ફિલ્મ હાથ લાગી છે. હેટ સ્ટોરી-૪ ફિલ્મમાં કામ કર્યા બાદ તે વધુ એક ફિલ્મ મેળવી ચુકી છે. જેનુ નામ ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ઉર્વશી રોટેલા બોલિવુડની ફિલ્મોમાં આઇટમ સોંગ કરવા માટે પણ તૈયાર છે. મોડેલમાંથી અભિનેત્રી બનેલી ઉર્વશી રોટેલા હેટ સ્ટોરી -૪માં કામ કર્યા બાદ વધુ એક મોટી ફિલ્મ મેળવી ચુકી છે. ઉર્વશીએ કહ્યુ છે કે આગામી દિવસોમાં તેની લોકપ્રિયતા ચોક્કસપણે વધશે. રોલને લઉને પણ તે ખુશ છે. અત્રે નોંધનીય છે કે ઉર્વશી છેલ્લે હેટ સ્ટોરી-૪માં નજરે પડી હતી. આ ફિલ્મ માર્ચમાં રજૂ કરવામાં આવી હતી. ફિલ્મ સેક્સી અને થ્રીલર હતી. ફિલ્મમાં કેટલાક સેક્સી સીન ઉમેરી દેવામાં આવ્યા હતા.જેથી ફિલ્મને લઇને ઉત્સુકતા રહી હતી. હેટ સ્ટોરી -૪ ફિલ્મમાં ઉર્વશી રોટેલાને મુખ્ય અભિનેત્રી તરીકે ચમકાવવામાં આવી હતી. ઉર્વશી મોટા ભાગે આઇટમ સોંગના કારણે અને બોલ્ડ તેમજ સેક્સી સીનના કારણે જાણીતી રહી છે. તે રિતિક રોશનની ફિલ્મ કાબિલમાં આઇટમ સોંગ કરીને ચર્ચામાં રહી હતી. ઉર્વશીએ હાલમાં દાવો કર્યો હતો કે તેના ટ્વીટર એકાઉન્ટને કોઇ લોકોએ હેક કરીને તેનો દુરૂપયોગ કર્યો છે. તેના ટ્વીટર એકાઉન્ટને હેક કરવામાં આવ્યા બાદ તેના પરથી વાંધાજનક ટ્વીટ કરવામાં આવ્યા હતા. મળેલી માહિતી મુજબ ઉર્વશીના ટ્વીટર એકાઉન્ટથી વાંધાજનક ટ્વીટ કરવામાં આવ્યા હતા. વાંધાજનક ટ્વીટ કરવામાં આવ્યા બાદ સેક્સી સ્ટાર અભિનેત્રી અને સેલિબ્રિટી ઉર્વશીએ ખુલાસો કરતા કહ્યુ છે કે આ ટ્વીટ તેની સહમતી સાથે મોકલવામાં આવ્યા નથી. ઉર્વશીના ટ્વીટર પર ત્રણ લાખથી વધારે ફોલોઅર્સ છે. એક અન્ય ટ્વીટમાં ઉર્વશીએ કહ્યુ છે તે તેના ટ્વીટર એકાઉન્ટને ફરી ટુંક સમયમાં રિસ્ટોર કરી ચુકી છે.