એશિયાની બહાર બે સદી ફટકારનાર પહેલો ભારતીય વિકેટકિપર ઋષભ પંત

889

ઋષભ પંતે એશિયાની બહાર બે વાર સદી ફટકારનાર ભારતના પહેલાં વિકેટકિપર છે. તેના પહેલાં વિજય માંજરેકરે ૧૯૫૯માં વેસ્ટઈન્ડિઝ સામે ૧૧૮, ૨૦૦૨માં અજય રાત્રાએ વેસ્ટઈન્ડિઝ સામે ૧૧૫, ૨૦૧૬માં ઋષિમાન સાહાએ વેસ્ટઈન્ડિઝ સામે ૧૦૪ રન બનાવ્યા હતા.

ઋષભ પંત ભારતની બહાર કોઈ એક ઈનીંગ્સમાં સર્વોચ્ચ સ્કોર બનાવનાર ભારતીય વિકેટકીપર છે. તેણે મહેન્દ્ર સિંહ ધોનીનો ૧૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઈતિહાસ રચ્યો છે. ધોનીએ ૨૦૦૬માં પાકિસ્તાનમાં ફૈસલાબાદ ટેસ્ટ દરમિયાન ૧૪૮ રન બનાવ્યા હતા. ત્યારે ભારતનો બહાર સૌથી વધુ રનબનાવવાનો ભારતીય વિકેટકીપર બેટ્‌સમેન બન્યો હતો. આ ધોનીની પહેલી ટેસ્ટ સેન્ચ્યુરી છે.

Previous articleહેટ સ્ટોરી -૪ બાદ ઉર્વશીને વધુ એક ફિલ્મ મળી ગઇ છે
Next articleડેવિસ કપના કોચ ઝીશાન ફરી ટેનિસ સિલેકટર બન્યા