ગાંધીનગર ની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બિજનેસ એડમીનીસ્ટ્રેશન (બી.બી.એ.) કોલેજ ના વિદ્યાર્થીઓ ને અભ્યાસ ની સાથેસાથે યોગ, અધ્યાત્મ, ધ્યાન જેવી બાબતનું માર્ગદર્શન મળે તેમજ તેઓને યોગ્ય રીતે અભ્યાસ કરવામાં આ બાબતો ઉપયોગી સાબિત થાય તેવા ઉમદા હેતુથી અત્રેની બીબીએ કોલેજ દરવર્ષે વિદ્યાર્થીઓને શ્રી અરવિંદ સાધના કેન્દ્રની એકદિવસીય જ્ઞાન શિબિરનું આયોજન કરે છે. સવાર ના ૯.૩૦ વાગ્યા થી લઇ ૧.૦૦ વાગ્યા સુધી વિદ્યાર્થીઓએ શ્રીમહર્ષિ અરવિંદ, શ્રીમાતાજી તેમજ પોંડીચેરી આશ્રમ, ઓરોવીલ્લ, આદર્શ બાળક. જેવા અનેક વિષયો પર પોતાના વિચારો રજુ કર્યા હતા. ઉપરોક્ત વિષયોપર વિદ્યાર્થીઓ એ પોતાના વિચાર રજુ કર્યા હતા. ત્યાર બાદ શ્રી અરવિંદ સાધના કેન્દ્ર તરફ થી ડો. જ્યોતિબેન થાનકી, ડો.સી.કે. તન્ના તેમજ અન્ય મહાનુભાવોએ વિદ્યાર્થીઓ ને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી અરવિંદ સાધના કેન્દ્ર માં મહર્ષિ અરવિંદ તેમજ શ્રી માતાજી દ્વારા અપાયેલ ચિન્હો બાબતે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી માતાજી જેવા વન પ્રેમી અન્ય કોઈ ન હોઈ શકે જેમણે પેરીસ નજીક ના જંગલો માં નાનપણ માં જ દિવ્ય અનુભૂતિ થઇ હતી. મહર્ષિ અરવિંદ બાળપણ થી જ ખુબ સુંદર કવિતાઓ ની રચના કરેલ જે ઇંગ્લેન્ડ ના ફેમીલી ફોકસ નામના મેગેઝીન માં ત્યારે પ્રકાશિત થયેલ. તેવી જ રીતે વિશ્વ કવિ દિવસે મહર્ષિ અરવિંદ ઘોષ જેવા કવિ ને યાદ કરવા ત્યારબાદ પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓ એ તેઓ ને યુવાવસ્થા માં મુંજવતા પ્રશ્નો પણ રજુ કર્યા હતા. જેના તેઓ ને સંતોષકારક ઉત્તર મળ્યા હતા.સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓએ મહર્ષિ શ્રી અરવિંદ ના જીવન ચરિત્ર બાબતે તેમજ શ્રી માતાજી ના જીવન ચરિત્ર બાબતે ખુબ ઉપયોગી વક્તવ્યો રજુ કર્યા હતા. આજ ના ડીજીટલ યુગ માં વ્યક્તિ ને મનની શાંતિ મેળવવી હશે તો આવી કોઈ જગ્યા પર મળશે. જ્યાંથી સમગ્ર દુનિયાની ભાગદોડ માં માણસ માં ડીપ્રેશન, સ્ટ્રેસ સહીત માનીસિક તેમજ શારીરિક સમસ્યાઓ સામે આવે છે. જેનું સમાધાન યોગ, ધ્યાન તેમજ તેને સંલગ્ન પ્રવૃતિઓથી થઇ શકે છે. આથી વ્યક્તિને માનસિક રીતે મજબુત થવા ઉપરોક્ત પ્રવૃતિઓ માં જોડાવું જોઈ એ. સમગ્ર શિબિર બાદ વિદ્યાર્થીઓએ પોતાના અભિપ્રાય માં જણાવ્યું હતું કે કોલેજ દ્વારા આવા કાર્યક્રમો નું આયોજન થાય છે. જે અમારા સર્વાંગી વિકાસ માટે ખુબ ઉપયોગી સાબિત થશે. અને ભવિષ્ય માં પણ આવા કાર્યક્રમ માં ઉત્સાહ પૂર્વક જોડાવા ની ઈચ્છા વ્યક્ત કરી હતી.
પ્લેસમેન્ટ અને ટ્રેનીગ કમિટી ના હેડ ડો.જયેશ તન્ના દ્વારા વિદ્યાર્થીઓને ડીગ્રીની સાથે સાથે પોતાની આંતરિક સુઝ ને કેળવવા માટે વધુ ને વધુ અધ્યાત્મ, યોગ, ધ્યાન તેમજ વાંચન સાથે સાથે વકૃત્વ ની કળા ને ખીલવવી જેવા મુદ્દાઓ ને ધ્યાનમાં રાખવા માં આવે તો ખુબ સારી કારકિર્દી નું ઘડતર તેમજ સમાજ માં શ્રેષ્ઠ નાગરિક તરીકે સફળ બનવા ના માર્ગે અગ્રેસર થઇ શકાય. કોલેજ તરફથી કાર્યક્રમ નું સંચાલન ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. સમગ્ર શિબિર ને સફળ બનાવવા માટે સંસ્થાનાં આચાર્ય ડૉ. રમાકાન્ત પૃષ્ટિ નાં માર્ગદર્શન હેઠળ પ્લેસમેંટ અને ટ્રેનિંગ સમિતિ નાં ઇંચાર્જ ડૉ.જયેશ તન્ના તેમજ ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.