મેઘરજની શાળાની બેદરકારીઃ આખી રાત બાળક શાળામાં જ પુરાઇ રહ્યો

714

અરવલ્લીનાં મેઘરજમાં શાળાની બેદરકારીની કિસ્સો સામે આવ્યો છે. ગામની છિકારી પ્રાથમિક શાળા નંબર-૨માં ધોરણ ૬નો વિદ્યાર્થી આખી રાત શાળાનાં રૂમમાં જ પુરાઇ રહ્યો હતો. પરિવારજનોએ આખી રાત શોધખોળ કરી હતી પરંતુ તેની કોઇ જ ભાળ મળી ન હતી. આ મામલામાં મળતી પ્રમાણે મેઘરજની છીકરી પ્રાથમિક શાળા-૨માં ભણતો ધોરણ ૬નો વિદ્યાર્થી મૌલિક ખરાડી શિક્ષકોની બેદરકારીને કારણે શાળા છૂટ્યાં પછી પણ આખી રાત શાળાનાં રૂમમાં જ પુરાઇ રહ્યો હતો.

શિક્ષકોની બેદરકારીને કારણે વિદ્યાર્થીને એકલા, કંઇપણ ખાધાપીધા વગર આખો દિવસ અને આખી રાત શાળામાં જ ગુજારવી પડી હતી. આજે સવારે જ્યારે ૬ કલાકે જ્યારે શાળાનાં બધા ઓરડા ખોલવામાં આવ્યાં ત્યારે બાળક રૂમમાં છે તેવી જાણ થઇ હતી. જે પછી તેને બહાર લાવવામાં આવ્યો હતો અને તેના પરિવારને જાણ કરવામાં આવી હતી.

આ ઘટનાને કારણે વિદ્યાર્થીનાં માતાપિતા અને પરિવારને હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો. પરિવારે શાળાનાં સમય પછી અને આખી રાત બાળકની ચિંતામાં સમય વિતાવ્યો હતો. તો સવાલ એ થાય કે કોઇપણ શાળા આટલી બેદરકારી કઇરીતે કરી શકે છે. કંઇક વસ્તુ રહી જાય તો વાંધો નહીં પરંતુ આખેઆખો માણસ રૂમમાં કઇ રીતે રહી જાય.

Previous articleબીબીએ કોલેજ ના ૧૧૦ વિદ્યાર્થીઓની  શ્રી અરવિંદ સાધના કેન્દ્ર ખાતે એક દિવસીય જ્ઞાન શિબિર યોજાઈ
Next articleપંચાનિકા મહોત્સવના પ્રથમ દિવસે વિવિધ મ.સા.એ પ્રવેશ કર્યો