‘શેપીંગ અ ન્યૂ ઈન્ડિયા’ થીમ અંતર્ગત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – ૨૦૧૯માં નૂતન ભારતના નિર્માણ માટે ગુજરાતના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત થશે ત્યારે પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદનનું ક્ષેત્ર આ વખતે રોકાણકારો માટે ઊર્જાવાન ક્ષેત્ર સાબિત થશે. પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે અંદાજે ૧૦૦ ગીગા વોટની ઉત્પાદન ક્ષમતાને પ્રાપ્ત કમર કસી છે. આ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહન મળવાનું છે. સમિટ – ૨૦૧૯માં આ વખતે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા “ગુજરાત અને ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે રહેલી તકો” વિષય પર તારીખ ૨૦ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સેમિનારનું યોજાશે આ સેમિનારનો હેતુ ન્યૂ ઈન્ડિયાના નિર્માણમાં પુનઃપ્રાપ્ય ઊર્જાની ભૂમિકા અંગે વિચાર-વિમર્શ કરવાનો છે.
કેન્દ્ર સરકારના નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયના સચિવઆનંદ કુમાર ઉપસ્થિત રહેશે સેમિનારના માધ્યમથી નીતિ નિર્માતાઓ, વ્યાપાર જગતના વિશ્લેષકો, પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા શિક્ષણકારોને વિશ્વભરના નીતિ નિર્માતાઓ અને વેપાર જગતના નિષ્ણાતોને સાંભળવાની તેમજ વિચારોનું આદાન-પ્રદાન કરવાની તક સાંપડશે.
ઈન્ટરનેશનલ સોલર એલાયન્સના ડિરેક્ટર જનરલ ઉપેન્દ્ર ત્રિપાઠી ભારતમાં સૌર શક્તિના વિકાસ અંગે રહેલી તકો પર પોતાના મંતવ્ય રજૂ કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વર્ષ -૨૦૦૩ માં પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઊર્જા ક્ષેત્રે ગુજરાતમાં ૧૦૦ થી વધુ મોટા રોકાણો થયા છે, જેમાં કુલ રૂપિયા ૪૦,૦૦૦ કરોડનું રોકાણ થયું છે. પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રોજેક્ટ્સ સ્થાપીને ગુજરાત હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતે પાટણ જિલ્લાના ચારણકા ખાતે પ્રથમવાર બહુમુખી સુવિધા ધરાવતો ૬૦૦ મેગાવોટ અલ્ટ્રા મેગા સોલર પાર્ક તેમજ ગાંધીનગર ખાતે ગ્રીડ કનેક્ટેડ તેમજ વડોદરા ખાતે કેનાલ પર સોલર પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યો છે.