રાજ્યમાં ૬ થી ૮ જાન્યુ. દરમિયાન કોલ્ડવેવની આગાહી

623

રાજ્યભરમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાનું છે. આગામી ૬થી આઠ જાન્યુઆરી દરમિયાન રાજ્યભરમાં કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને નલિયા, ડીસા, ગાંધીનગર , વલસાડ અમરેલીમાં ઠંડા પવન ફૂંકાશે. આગામી બે દિવસ વાતાવારણ વાદળછાયુ રહેશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળ છાયું વાતાવરણ જોવા મળશે. બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોને કમોસમી માવઠું પડવાનો ડર સતાવી રહ્યો છે.

હવામાન વિભાગ મુજબ, ગત દશ વર્ષ પર નજર કરીએ તો ૨૦૧૩માં નવા વર્ષના સ્વાગતમાં લાગેલા દિલ્હીવાસીઓને ઠંડીને કેર સહન કરવાનો વારો આવ્યો હતો. પહેલી જાન્યુઆરી-૨૦૧૩ના રોજ રાજધાની નવી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને તે ૨૦૧૯માં નોંધાયેલા લઘુમત્તમ તાપમાન જેટલું છે. જો કે મહત્તમ તાપમાન ૧૩ ડિગ્રી સેલ્સિયસની નજીક હતું અને તે આ વર્ષથી ઘણું ઓછું હતું. હવામાન વિભાગે આગામી ચોથી અને પાંચમી જાન્યુઆરીએ દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર-પશ્ચિમી અફઘાનિસ્તાન અને ઉત્તરીય પાકિસ્તાન પરથી આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારતના ઘણાં રાજ્યોમાં માવઠાની શક્યતા છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો અને શીતલહેરના કેરમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે લઘુત્તમ તાપમાન ચારથી છ ડિગ્રી વચ્ચે રહેશે. છ અને સાત જાન્યુઆરીએ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જ્યારે લઘુત્તમ તાપમાન સાતથી આઠ ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગે પાંચમી અને છઠ્ઠી જાન્યુઆરીએ દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરી છે. દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર ધુમ્મસ અને ઠંડીએ વાપસી કરી છે. ધુમ્મસની સફેદ ચાદરમાં આખું દિલ્હી અને એનસીઆર લપેટાયેલા છે. કહેવામાં આવે છે કે પહાડો પર બરફવર્ષાને કારણે આ ઠંડીમાં ફરીથી વધારો થયો છે.

Previous articleઆજે રાજીવ સાતવ ગુજરાતમાં, લોકસભાના ઉમેદવારોની પસંદગી અંગે બેઠક યોજશે
Next articleઆવતીકાલે અમિત શાહ દાદરા-નગર-હવેલીમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ધાટન કરશે