મુખ્યપ્રધાને ભગવાન સોમનાથની કરી પૂજા

575

ઓગસ્ટ-૨૦૧૭ ના રોજ માસિક શિવરાત્રીના રોજ જ્યોતપૂજન પરંપરાનો પ્રારંભ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રુપાણીના હસ્તે  કરાવવામાં આવ્યો હતો.. ત્યારથી શરૂ થયેલી માસિક શિવરાત્રિ પૂજનની પરંપરા પ્રમાણે ભક્તો શિવરાત્રિએ જ્યોતપૂજન, મહાપૂજન, મહાઆરતીમાં  બહોળી સંખ્યામાં જોડાઇ ધન્ય બને છે. વર્ષ-૨૦૧૯ ના પ્રારંભે માસિક શિવરાત્રિ પર્વે સીએમે ધર્મપત્ની અંજલીબહેન સાથે પ્રાતઃઅભિષેક, પ્રાતઃઆરતી, મહાપૂજન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યશિક્ષણપ્રધાન વિભાવરી દવે પૂજામાં જોડાયાં હતાં. સર્વે મહાનુભાવોનુ સન્માન ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે રુપાણીએ મંદિર પરિસરમાં પ્રવાસે આવેલ વિદ્યાર્થીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મંદિર પરિસરમાં આવેલ કપર્દિ વિનાયક ગણેશજી, હનુમાનજી, વીર હમીરજીની દેરીએ શિશ ઝૂકાવ્યું હતું. પરિસરમાં આવેલ સરદાર પટેલની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ પણ કરી સરદાર વંદના કરી હતી.

Previous articleઆવતીકાલે અમિત શાહ દાદરા-નગર-હવેલીમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ધાટન કરશે
Next articleકોંગ્રેસે ૫૫ વર્ષમાં એઇમ્સ ન આપી, મોદીએ ૪.૫ વર્ષમાં કરી બતાવ્યું : મુખ્યમંત્રી રૂપાણી