શહેરના ચિત્રા માર્કેટ યાર્ડ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરના પટાંગણ ખાતે ચૂંટણી પ્રચાર સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની રાજકિય કારર્કિદી સાથે ભાવનગરના સંબંધ બાબતે ભાષણ કર્યુ હતુ.
ભાવનગર શહેરની વિધાનસભા પૂર્વ બેઠક તથા પશ્ચિમ બેઠક અને ભાવનગર ગ્રામ્યમાંથી ચુંટણી લડી રહેલ ભાજપના ઉમેદવાર વિભાવરીબેન દવે, જીતુભાઈ વાઘાણી તથા ઘોઘા મતક્ષેત્રના પરશોત્તમભાઈ સોલંકીના ચુંટણી પ્રચાર અર્થે રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુહતુ. આ સભામાં પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યુ હતુ કે સત્તા પ્રાપ્ત કરવા માટે કોંગ્રેસ જાતિવાદનો સહારો લઈ રહ્યુ છે. આ તકે મોદીએ પોતાની રાજકિય કેરીયર તથા તેમાં ભાવેણાના લોકોનું યોગદાન અંગે વાતો કરી હતી વધુમાં જણાવ્યુ હતુ કે કોંગ્રેસ અંગ્રેજોની નિતીથી કામ કરે છે. સમાજને તોડવાનું કામ કરે છે પરંતુ ભાવનગરના રાજવીએ સરદાર પટેલની વાતથી સમગ્ર રજવાડુ દેશને સમર્પિત કર્યુ હતુ. અખંડ ભારતના નિર્માણ માટે આ વાત ખુબ મોટી વાત છે. જે વાતનું ભાવેણાવાસીઓ આજે પણ ગર્વ લઈ રહ્યુ છે.