રાજુલાના ધારેશ્વર ડેમ નર્સરી ખાતે સૌપ્રથમવાર નેચર પ્રાકૃતિક શિક્ષણ શિબીરનું આર.એફ.ઓ. રાજલબેન પાઠકના અધ્યક્ષ સ્થાને આયોજન થયેલ. જેમાં વન વિભાગના ૪ તાલુકાના વન અધિકારીઓ ડીએફઓ ગેહલોત સહિતની હાજરીથી આ શિબીરને પ્રશંસનીય શિબીર ગણાવી હતી.
ધારેશ્વર ડેમ નર્સરી ખાતે પ્રથમ વખત પ્રકૃતિ શિક્ષણ શિબિરની સાઈટ વિકસાવવામાં આવી છે. હાલ રાજુલા જાફરાબાદ સાવરકુંડલા ખાંભા તાલુકાના ઈકો કલબની શાળાના કેમ્પ ૧ થી ૧૦ જાન્યુઆરી સુધી ચાલશે. શાળાના વિદ્યાર્થીઓને પ્રકૃતિની નજીક લઈ જવાનો એક પ્રયાસ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.