તમિળનાડુ અને કેરળમાં ભારે નુકસાન કર્યા બાદ ઓખી વાવાઝોડુ હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.
૭૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવાની અને કોઇ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બેઠકોનો દોર ચાલી રહ્યો છે. નાગરિકોને ભયભીત ન થવા પરંતુ સજાગ રહેવા માટે કહેવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચના અપાઈ છે. અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ પાસે ઉદ્દભવેલુ ઓખી નામનુ વાવાઝોડુ સુરત પાસેના દરિયા કાંઠેથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ૮૭૦ કિલોમીટર દૂર રહેલુ ઓખી નામનું વાવાઝોડુ આવતીકાલે પાંચમી ડિસેમ્બરને મંગળવાર મધ્યરાત્રીએ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને સ્પર્શશે એવી હવામાન વિભાગની આગાહીના પગલે રાજય સરકારનું વહીવટી તંત્ર છેલ્લા ૨૪ કલાકથી એલર્ટ થઈ ગયું છે.
આવતીકાલે ગુજરાતના દરીયાકાંઠાને સ્પર્શનારા આ વાવાઝોડાના પગલે દરિયાકિનારાના વિસ્તારોમા આવેલા બંદરો ઉપર ૨ નંબરનુ સિગ્નલ દર્શાવવામા આવ્યુ છે.આ સાથે જ આ વાવાઝોડાની અસર આગામી ત્રણ દિવસ સુધી રહેનારી હોઈ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામા આવી છે.તંત્ર દ્વારા વાવાઝોડાની અસરના પગલે કયાંક ભારે વરસાદ તો કયાંક ડીપ ડીપ્રેશનની પણ સંભાવના વ્યકત કરવામા આવી છે.રાજય સરકારના તંત્ર દ્વારા નાગરિકોને ભયભીત ન થવા કે ચિંતા ન કરવાની સાથે સજાગ રહેવાનો અનુરોધ કરવામા આવ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,સુરતના દરિયાકાંઠાથી ૮૭૦ કિલોમીટર દૂર રહેલુ ઓખી નામનુ વાવાઝોડુ આવતીકાલે ૫ ડિસેમ્બરને મધ્યરાત્રીએ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ઉપર પહોંચવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને છેલ્લા ૨૪ કલાકથી રાજય સરકારનુ તંત્ર એલર્ટ બની ગયુ છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમા ઉભી થનારી સંભવિત પરિસ્થિતિની સમીક્ષા કરવા રાજયના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહની અધ્યક્ષતામાં આજે બપોરે રાજય સરકારના વરિષ્ઠ અધિકારીઓની એક તાકીદની બેઠક બોલાવવામા આવી હતી.જેમાં તંત્રને જરૂરી તમામ આગોતરા પગલાં લેવા અને અન્ય કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તાકીદ કરવામા આવી હતી.દરિયાકાંઠાના જિલ્લાઓના વહીવટીતંત્રને ૨૪ કલાકના કંટ્રોલરૂમ શરૂ કરવા અને ખડેપગે રહેવાના આદેશો આપી દેવામા આવ્યા છે.હવામાન વિભાગના અનુમાન અનુસાર,ઓખી જયારે ગુજરાતના દરિયાકાંઠાનો સ્પર્શ કરશે ત્યારે તેની તીવ્રતા ઘણી ઓછી થઈ ગઈ હશે પરંતુ ડીપ ડીપ્રેશનની સ્થિતિ સર્જાશે.તે વખતે પવનની ગતિ ૬૦ થી ૭૦ કિલોમીટર પ્રતિકલાકની રહેવાની સંભાવના છે.રાજય સરકારના મહેસુલ વિભાગના અગ્ર સચિવ પંકજકુમારે નાગરિકોને ભયભીત નહીં થવા અને ચિંતા ન કરવા પરંતુ સજાગ રહેવા અનુરોધ કર્યો