દામનગર શહેરમાં પ્રથમ વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ મિલન યોજાયું સિનિયર સીટીઝન ટ્રસ્ટના સ્નેહ મિલન પ્રસંગે નાની બાળાઓ એ આરતી કરી કાર્યક્રમનું દીપ પ્રાગટય કર્યું હતું માનવ સેવા એજ પ્રભુસેવાના મંત્ર સાથે સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાએ વર્ષ દરમ્યાન કરેલ નેત્રયજ્ઞોમાં કેટલા દર્દી નારાયણોએ લાભ મેળવ્યો સ્વચ્છતા અભિયાનો વૃક્ષારોપણ ટિફિન સેવા અન્નક્ષેત્ર પ્રવૃત્તિ સહિતની સેવાની માહિતી અપાય હતી અને સુંદર સેવાઓની સરાહના કરાય હતી શહેરભર વૃદ્ધોએ હાજરી આપી હતી વસંત પ્રસરાવતું વૃદ્ધોનું સ્નેહ મિલન યોજાયું જેમાં વિદ્વાન વક્તા વામનબાપુએ માર્મિક ટકોર સાથે સુંદર વક્તવ્ય આપ્યું હતું વાત્સલ્ય મૂર્તિ સમાં વૃદ્ધો માટે આ સ્નેહ મિલનમાં આનંદિત કરતી વ્યવસ્થાઓ ટ્રસ્ટી મંડળ દ્વારા કરાયેલ હતી.