દામનગરની સવાસો વર્ષ જુની સાહિત્ય સંસ્થાની મુલાકાતે બાળકો

556

દામનગર શહેરની ૧૨૫ વર્ષ જૂની સાહિત્ય સંસ્થાની મુલાકાત લેતા પ્રાથમિક શાળાના છાત્રો દામનગર નવજ્યોત વિધાલયના વિદ્યાર્થીઓએ મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયના દરેક વિભાગોથી અવગત કરાયા હતા ઈન્ટરનેટનો વધતો વપરાશ પુસ્તક પ્રવૃત્તિમાં આવેલ ઓટ વર્તમાન સમયમાં ચિંતાજનક છે ત્યારે દામનગર શહેરની પ્રાથમિક શાળા નવજ્યોત વિધાલયના છાત્રોએ પુસ્તકાલયની મુલાકાત લીધી સંસ્થામાં બાળ સાહિત્ય વિષયવારી કરતાવારી ચિત્રકથા આત્મચરિત્ર વાર્તા નવલકથા વન્ય પ્રકૃતિ પર્યાવરણ વૈજ્ઞાનિક ટેકનોલોજી શોધ સંશોધન સહિતના વિભાગોથી શાળાના છાત્રોને અવગત કરાયા હતા શિષ્ટ વાંચન તરફ બાળકોને આકર્ષવાનો સુંદર પ્રયાસ કરતી નવજ્યોત વિધાલયના છાત્રોએ પુસ્તકાલય નિહાળી ખુશી વ્યક્ત કરી હતી.

Previous articleગણેશ આશ્રમે એનેએસએસ શિબીર યોજાઈ
Next articleતાલુકા પ્રમુખ અને વાવડીના સરપંચની જાત મહેનત રંગ લાવી જનતા માટે ડુંગરા તોડ્યા