રાજુલાના વાવડી ગામમાંથી ભરડિયાઓમાંથી પથ્થર જેવું લોડિંગ ભરી ગામ મધ્યેથી પસાર થતા હતા પરિણામે રસ્તાઓ તુટી જતા હતા અને શાળાના બાળકોનો અભ્યાસ બગડતો હતો. આ બાબતે ગામના સરપંચ અને કોંગ્રેસના તાલુકા પંચાયતના પ્રમુખ બી.બી. લાડુમોરે રજુઆત કરી રસ્તા રોકો આંદોલનની ચિમકી આપી હતી. બાદમાં ખાનગી ભરડિયાઓ દ્વારા પોતાના ખર્ચે ડુંગરા તોડી બાયપાસ કાઢવાની કામગીરીનો પ્રારંભ થતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.