ખડવાવડી ગામની માધ્યમિક શાળાને તાળાબંધી

778

રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીના સંતાનો ને શિક્ષણ મળી રહે તેમજ લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે તેવી લાખો કરોડો રૂપિયાના ખર્ચે જાહેરાત કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને પૂરતું શિક્ષણ મળે તેવા આશ્રય સાથે બેટી પઢાવોના સૂત્રો સાથે લોકો ને સંદેશો આપવામાં આવે છે પણ અહીં સરકારનું સૂત્ર અને સુવિધા પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખડ વાવડી ગામના કે જ્યાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ને ભણવા માટે આધુનિક સુવિધા સાથેનું આ બિલડીગ તો બનાવવામાં આવ્યું પણ આ શાળામાં આવનાર વિદ્યાર્થીઓ માટે શાળામાં નથી કોઈ પીવાના પાણીની સુવિધા કે શાળા ફરતે નથી કોઈ કમ્પાઉન્ડ વોલ તેમજ વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે નથી કોઈ રોડ રસ્તાની સુવિધા. આ તમામ સમસ્યા વચ્ચે આ માધ્યમિક શાળાની સૌથી મોટી સમસ્યાથી ગામ લોકો તેમજ વિદ્યાર્થીઓ છે પરેશાન. આ શાળા માં ૨૫૦ વિદ્યાર્થીઓ વચ્ચે એક માત્ર શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે. ત્યારે ગામ લોકો તેમજ વિદ્યાર્થીઓનો મોટો સવાલ એક શિક્ષકમાં કેવી રીતે અભ્યાસ પૂરો થાય તેમજ આવતા દિવસોમાં ધોરણ ૧૦ની પરીક્ષા આવતી હોય અપૂરતા અભ્યાસ ક્રમને લઈ હાલ તો વિદ્યાર્થીઓ અને વાલી ઓ ચિંતા માં છે. ત્યારે ખડ વાવડી ગામના ગામ લોકો દ્વારા અવારનવાર આ શાળામાં પૂરતા શિક્ષકો આપવા તેમજ પૂરતી સુવિધા આપવાને લઈ રાજુવાતો કરવાંમાં આવેલ પણ આજ દિન સુધી ગામ લોકોની માંગણી મુજબ શાળા માં પૂરતી સુવિધા ન આપતા આજે ગામ લોકો દ્વારા વિદ્યાર્થીઓને બેનર સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી   શાળાને તાળા બંધી કરવામાં આવેલ અને જ્યાં સુધી આ માધ્યમિક શાળામાં પૂરતા શિક્ષકો અને પૂરતી સુવિધા આપવામાં નહીં આવે ત્યાં સુધી શાળામાં તાળા બંધી રહેશે તેવું નિવેદન આપ્યું તો બોટાદ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હાલ શિક્ષણ વિભાગના પ્રતિનિધીને સ્થળ પર મોકલી આપેલ અને તાત્કાલીક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે તેવું  આશ્વાસન આપ્યું હતું.

Previous articleરાજુલા તાલુકાના ખેડુતોની પાક ધોવાણની ૭ કરોડની સહાય મંજુર
Next articleડો. નિરંજન આચાર્ય દ્વારા ગઝલની પ્રસ્તુતિ