ભાવનગરમાં રવિવારે અખીલ ભારતીય મોઢ વણિક યુવા સંમેલન

727

મોઢ મહોદય સંસ્થા ભાવનગર દ્વારા તારીખ ૬ને રવિવારે ભાવનગર મુકામે મેઘાણી ઓડીટોરીયમમાં અખીલ ભારતીય મોઢ વણીક યુવા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. આ આંદોલનમાં સમગ્ર ભારતભરમાંથી ૧ર૦૦થી પણ વધુ યુવાન ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેશે.

રિલાયન્સ પરિવારના વિમલભાઈ અંબાણીના અધ્યક્ષ પદે યોજાનાર આ સંમેલનનું ઉદ્દઘાટન રાજેશભાઈ પરીખ તેમજ બીપીનભાઈ પારેખના વરદ હસ્તે કરાશે. કમિશ્નર મુકુલભાઈ એ. ગાંધી, સુરેશભાઈ મહેતા, દિપકભાઈ શાહ, મુકેશભાઈ દોશી, કિર્તીભાઈ વાગડીયા, કિરીટભાઈ મહેતા, યોગેશભાઈ મહેતા, રશ્મિભાઈ મહેતા, કનુભાઈ મણીયાર, બળવંતભાઈ મહેતા તેમજ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુનિલભાઈ વડોદરીયા ખાસ ઉપસ્થિત રહેશે.

જ્ઞાતિના યુવાનો વૈચારીક, ભાવાત્મક તેમજ સાંસ્કૃતિક રૂપથી સ્વાવલંબી અને સક્ષમ બને. આર્થિક રીતે પગભર થાય તેમનામાં વ્યક્તિત્વનો વિકાસ થાય અને કૌશલ્ય પ્રાપ્ત કરે. હૃદયમાં ક્ષાતિ અને વ૯ીલો પ્રત્યે આદરભાવ જાગે અને યુવાનોમાં રહેલી પ્રચંડ ઉર્જા હકારાત્મક અને રચનાત્મક રીતે સમાજના વિકાસમાં કામ આવે તેવા ઉમદા આશયથી યોજવામાં આવેલ અને દિવસભર ચાલનારા આ યુવા સંમેલનમાં યુવાનોને પ્રોત્સાહન મળે તેમજ તેના વિકાસમાં માર્ગદર્શન થાય તે માટે દેશના વિવિધ શહેરોમાંથી આવતા તજજ્ઞો તેમજ વિશ્વના પ્રસિધ્ધ મોટીવેશનલ સ્પીકર જય વસાવડાના વક્તવ્ય તેમજ ડિબેટ તથા વડિલો છે વડલો સંતાનો તો શાખા જેવી ઈવેન્ટો રાખવામાં આવી છે તેમ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

Previous articleડો. નિરંજન આચાર્ય દ્વારા ગઝલની પ્રસ્તુતિ
Next articleજિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ર.૦૪ કરોડની સહાયના ચેક અપાયા