આજે અગીયારમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભાવનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો માર્કેટીંગ યાર્ડ ચિત્રા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતાં ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યુ હતું કે અગીયાર વર્ષ પહેલાં તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને આજના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબો, વંચિતોના આંસુ લુંછી તેને સ્વમાનભેર પોતાના પગ પર ઉભાં રહી જીવન વિકાસ કરી શકે તેવા શુભ હેતુસર યજ્ઞીય કાર્યરૂપી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હતી સમય જતાં આ પ્રકારના મેળાઓ થકી લોકોનું જીવનધોરણ ઉંચુ આવવા લાગ્યુ છે તે રાજ્ય સરકારના ગરીબ કલ્યાણમેળાની ફળશ્રુતિ છે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક સ્વરૂપે ૩૨ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજના અંતર્ગત સાધન સહાય ચેક વિતરણ કરવામા આવ્યુ કુલ ૫૨૫૪ લાભાર્થીઓને વ્યક્તિગત યોજના અંતર્ગત રૂપિયા ૨.૦૪ કરોડના સાધન સહાય ચેકનું વિતરણ કરાયુ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય આર. સી. મકવાણા, કેશુભાઈ નાકરાણી, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળના ચેરમેન ગીરીશભાઈ શાહ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, ડીરેકટર ગાયત્રીબા સરવૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન મક્વાણા,ઉપપ્રમુખ ડી. કે. ગોહિલ, ભુતપૂર્વ ઉપપ્રમુખ પેથાભાઈ આહીર,જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ગૌતમભાઈ ચૌહાણ, કારોબારી સમિતિના ચેરમેન ભરત હડીયા, પ્રાંત અધિકારી જી. વી. મીંયાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મક્વાણા, રાઠવા, જિલ્લા પંચાયતના, સભ્યો, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, આમંત્રિતો તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન જિલ્લા કલેકટર હર્ષદ પટેલે અને અંતમાં આભારદર્શન જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ એ કર્યુ હતુ.