આજે રોજ ઉર્જામંત્રીસૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં પી. જી. વી. સી. એલ. ચાવડીગેટ,ભાવનગર ખાતે રૂપિયા ૦૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત એનર્જી નોલેજ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પ્રદેશ ભા. જ. પ. પ્રમુખ જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહી અને તેમણે પી. જી. વી. સી. એલ. ભાવનગર ખાતે રૂપિયા ૦૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત એનર્જી નોલેજ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતુ.
ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ એ ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે છેલ્લાં ૨૦ વર્ષમાં ઉર્જા ક્ષેત્રે રાજ્યમાં ઘણાં ફેરફારો થયા છે ઉર્જા ક્ષેત્રે કામ કરતી રાજ્યની ૦૪ કંપનીઓ સમગ્ર દેશમાં ઉત્તમ કામ કરી ગુજરાતનું નામ રોશન કરી રહી છે લોકોને ઓછાં ભાવે વિજળી મળે તથા તેમને સેવા સારી મળે તે ઉર્જા ક્ષેત્રનો હેતુ હોય છે સૌર ઉર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પરિણામો મળી રહ્યા છે આવનારા દિવસોમાં સૌર ઉર્જા, પવન ઉર્જા ક્ષેત્રે ઉડીને આંખે વળગે તે મુજબની કામગીરી કરવાનું આયોજન હાથ ધરાયુ છે. રાજ્યના ગામડાઓનો વિજ વપરાશ શહેરી વિસ્તાર કરતા વધુ છે પી. જી. વી. સી. એલ. પાસે ક્રીમ ટાઈપ વર્ક ફોર્સ હોવાથી ખુબજ સારી કામગીરી થઈ શકે છે. રાજ્યના ૧૫ લાખ ખેડૂતોને સંતોષકારક સેવા મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે અહીં નિર્માણ થયેલ તાલીમ કેન્દ્રમાં નવા, જુના તમામ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક તાલીમ લેવાથી તેમને ઘણુંજ જાણવાનું,શીખવાનું મળશે જે તેમને ઉપયોગી પૂરવાર થશે. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પ્રદેશ ભા. જ. પ. પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આ કાર્યક્રમ પ્રસંગે રીબીન કાપી, તક્તીનું અનાવરણ કરી જણાવ્યું હતું કે ગુજરાત એનર્જી નોલેજ સેન્ટર તથા સ્કાડા સેન્ટરનું આજે આપણે લોકાર્પણ કર્યુ પી. જી. વી. સી. એલ.ના ટેકનીકલ/નોન ટેકનીકલ કર્મચારીઓને અહીં તાલીમ મળવાની છે આ કાર્યક્રમમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય આર. સી. મકવાણા, કેશુભાઈ નાકરાણી,અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન ગીરીશભાઈ શાહ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બી. કે. ગોહિલ, મેયર મનહરભાઈ મોરી સહિત ઉપસ્થિત રહ્યા હતાં.