રાજય સરકાર દ્વારા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થ્ઓને ન.મો. ટેબલેટ આપવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે આજે ભાવનગરની શામળદાસ કોલેજ ખાતે ૮૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવાનો કાર્યક્રમ ભાવનગર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ગિરીશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો અને વીદ્યાર્થીઓને ટેબલેટ અપાયા હતાં.