ભાવનગર શહેરનાં સિદસર રોડ ઉપર મુખ્યમંત્રી ત્રિવિધ કાર્યક્રમમાં શનિવારે હાજરી આપવાના છે તે પુર્વ સિદસર રોડ પરથી સ્વસ્તિક પાર્ક ૧-ર, હીલપાર્ક સહિતની સોસાયટીના રહીશો દ્વારા આજે રોડ પર બેનરો સાથે ઉભા રહીને સોસાયટીના રોડ, ગટર, પાણી, વિજળી સહિતના પ્રશ્નો અંગે વિરોધ કર્યુ હતો અને કાળીયાબીડથી સિદસર રોડની પણ માંગ કરી હતી અને રોડ નહીં બને તો અન્ય કાર્યક્રમોની પણ ચિમકી ઉચ્ચારી હતી.